For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી સરકારનો મહત્વનો ફેસલો, 10-49 બેડની ક્ષમતાવાળા નર્સિંગ હોમ બન્યા કોવિડ-19 હેલ્થ સેન્ટર

દિલ્હી સરકારનો મહત્વનો ફેસલો, 10-49 બેડની ક્ષમતાવાળા નર્સિંગ હોમ બન્યા કોવિડ-19 હેલ્થ સેન્ટર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે 10-49 બેડની ક્ષમતાવાળા તમામ નાના અને મધ્યમ મલ્ટીસ્પેશિયાલિટી નર્સિંગ હોમને શનિવારે કોવિડ-19 નર્સિંગ હોમ ઘોષિત કરી દીધા છે. સત્તાવાર નિવેદન મુજબ કોરોના વાયરસના દર્દીઓ માટે બેડની સંખ્યામાં વધારો કરવાને ધ્યાનમાં લઇ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આદેશ મુજબ માત્ર વિશેષ રૂપે આંખ, કાન અને ગળાનો ઇલાજ કરતા કેન્દ્રો, ડાયલિસિસ કેન્દ્રો, પ્રસવ ગૃહો અને આઇવીએફ કેન્દ્રોને આનાથી છૂટ આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, "નાના અને મધ્યમ મલ્ટીસ્પેશિયાલિટી નર્સિંગ હોમ (10થી 49 બેડની ક્ષમતાવાળા)માં કોવિડ અને બન-કોવિડ દર્દીઓને પરસ્પર એકબીજાના સંપર્કમાં આવવાથી બચવા માટે અને કોવિડ-19ના દર્દી માટે બેડની સંખ્યા વધારવા અંતર્ગત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના એવા તમામ નર્સંગ હોમને કોવિડ-19 નર્સિંગ હોમ ઘોષિત કરવામાં આવ્યા છે, જેમની બેડ ક્ષમતા 10થી 49 હોય."

coronavirus

જણાવી દઈએ કે દેશની રાજધની દિલ્હીમાં કરોનાવાયરસના સંક્રમણનો ખતરો અટકવાનું નામ નથી લઇ રહ્યો. શનિવારે સંક્રમિતોનો આંકડો 39 હજારને પાર પહોંચી ગયો. શનિવારે મોડી સાંજે જાહેર થયેલા રિપોર્ટ મુજબ પાછલા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 2134 નવા દર્દી સામે આવ્યા જે બાદ અહીં સંક્રમિતોની કુલ સંક્યા 38,958 થઈ ગઇ. રાજધાની દિલ્હીમાં પાછલા 24 કલાકમાં 1547 દર્દી ઠીક/ ડિસ્ચાર્જ અથવા માઇગ્રેટ કરી દેવામાં આવ્યા છે જે એક દિવસમાં ઠીક થનાર દર્દીની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. હવે અહીં ઠીક થતા દર્દીઓની સંખ્યા 14945 થઇ ગઇ છે. પાછલા 24 કલાકમાં અહીં કોરોનાથી 57 લોકોના મોત થયાં છે જે બાદ મૃતકોનો આંકડો 1271 થઈ ગયો છે. હાલ દિલ્હીમાં કોરોનાના 22742 સક્રિય કેસ છે.

હવે શ્વેતા તિવારીએ ચુપ્પી તોડી, વૉટ્સએપ ચેટ શેર કરવા પર અભિનવ કોહલીને જવાબ આપ્યોહવે શ્વેતા તિવારીએ ચુપ્પી તોડી, વૉટ્સએપ ચેટ શેર કરવા પર અભિનવ કોહલીને જવાબ આપ્યો

English summary
delhi government ordered to conver 10 to 49 bed capacity nursing home into covid-19 centers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X