For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કોરોના વિશે ખોટા આંકડા જાહેર કરી રહી છે દિલ્લી સરકાર? થયો મોટો ખુલાસો

દિલ્લીમાં કોરોના વાયરસના વાસ્તવિક આંકડા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહેલ આંકડામાં એક મોટુ અંતર સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં હાલમાં કોરોના પોતાના ચરમ પર છે અને પોતાનુ રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. રોજ હજારો કેસ સામે આવી રહ્યા છે જ્યારે સ્મશાન ઘાટોમાં મૃતદેહોના ઢગલાં થયા છે. આ બધા વચ્ચે દિલ્લીમાં કોરોના વાયરસના વાસ્તવિક આંકડા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહેલ આંકડામાં એક મોટુ અંતર સામે આવ્યુ છે. દિલ્લીમાં 27 એપ્રિલે 15,009 લોકોના મોત થયા હતા જ્યારે 28 એપ્રિલે દિલ્લી સરકાર દ્વારા જાહેર કરાયેલ બુલેટિનમાં મોતનો આંકડો માત્ર 14,616 જણાવવામાં આવ્યો કે જ મરનારની વાસ્તવિક સંખ્યાથી ઘણો ઓછો છે.

coronavirus

ગુરુવારે દિલ્લી સરકારે ગયા વર્ષે કોરોના મહામારી શરૂ થયાથી અત્યાર સુધીનુ બુલેટિન જાહેર કર્યુ જેમાં વ્યાપક વિસંગતિઓ જોવા મળી. એક દિવસ પહેલા જાહેર કરવામાં આવેલ બુલેટિનની તુલનામાં કોવિડના કુલ કેસ, રિકવરી અને મોત સાથે સંબંધિત આંકડા અપેક્ષાકૃત ઓછા હતા. મધ્ય રાત્રિએ જાહેર કરવામાં આવેલ બુલેટિનમાં નવા કેસોની સંખ્યા 25,986, મોતની સંખ્યા 368 અને કોરોનાથી રિકવરીની સંખ્યા 81,829 જ્યારે સકારાત્મકતા દર 31.76 ટકા જણાવવામાં આવ્યો છે. આ આંકડા વાસ્તવિક સંખ્યાથી ઘણા ઓછા હતા અને આ ખોટા આંકડા વિશે દિલ્લી સરકારને કોઈ સવાલ કરવામાં આવ્યો નથી.

દેશમાં કોરોનાનો પ્રકોપ ચાલુ, 24 કલાકમાં આવ્યા 379257 નવા કેસદેશમાં કોરોનાનો પ્રકોપ ચાલુ, 24 કલાકમાં આવ્યા 379257 નવા કેસ

આ સિવાય 27 એપ્રિલે દિલ્લીમાં કોરોનાથી વાસ્તવિક મોત 15,009 થયા હતા જ્યારે 28 એપ્રિલે દિલ્લી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બુલેટિનમાં મોતની સંખ્યા 14,616 બતાવવામાં આવી. એ જ રીતે 27 એપ્રિલે કોરોનાથી 9,58,792 લોકો રિકવર થયા જ્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલ બુલેટિનમાં આ આંકડો 9,30,333 બતાવવામાં આવ્યો. વળી, 27 એપ્રિલે 10,72,065 પૉઝિટીવ કેસ સામે આવ્યા જ્યારે 28 એપ્રિલે જાહેર કરાયેલ બુલેટિનમાં આની સંખ્યા 10,53,701 બતાવવામાં આવી.

English summary
Delhi government releasing wrong data on corona, is it true? Know the reality.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X