બાળકીઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચુ નાખનાર શેલ્ટર હોમ ટેક ઓવર કરવાનો આદેશ
દિલ્લી સરકારે દ્વારકાના એક શેલ્ટર હોમને ટેકઓવર કરવાનો આદેશ આપ્યો છે. આ શેલ્ટર હોમમાં બાળકીઓને હેરાન કરવા આને શોષણ કરવાની ફરિયાદો સામે આવી હતી.
દિલ્લી સરકારે દ્વારકાના એક શેલ્ટર હોમને ટેકઓવર કરવાનો આદેશ આપ્યો છે. આ શેલ્ટર હોમમાં બાળકીઓને હેરાન કરવા આને શોષણ કરવાની ફરિયાદો સામે આવી હતી. સોમવારે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ પ્રાઈવેટ શેલ્ટર હોમને ટેકઓવર કરવાનો આદેશ જિલ્લાધિકારીને આપ્યો. તેમણે દિલ્લી મહિલા પંચને તપાસ કરવા અ 15 દિવસમાં રિપોર્ટ સરકારને સોંપવા માટે કહ્યુ છે.

ઉપ મુખ્યમંત્રીએ દિલ્લી મહિલા પંચની અધ્યક્ષ સ્વાતિ માલીવાલને નિર્દેશ આપ્યા કે મામલાની તપાસ કરીને 15 દિવસની અંદર રિપોર્ટ જમા કરાવે. દિલ્લી મહિલા પંચનું કહેવુ છે કે જે બે બાળકીઓને સૌથી વધુ શોષણ કરવામાં આવ્યુ હતુ તેને ચાઈલ્ટ વેલ્ફેર કમિટીએ બીજા શેલ્ટર હોમ મોકલી દીધા છે. જો કે પંચે બાળકીઓને એકસાથે રાખવાની અપીલ કરી છે.
દિલ્લી સરકારે કહ્યુ કે શેલ્ટર હોમના વર્તમાન સ્ટાફને હટાવીને નવા સ્ટાફની નિયુક્તિ કરવી જોઈએ. એટલુ જ નહિ શેલ્ટર હોમમાં હાજર બધી બાળકીઓને સુરક્ષા આપવામાં આવે અને તેમને એકસાથે રાખવામાં આવે. સિસોદિયાએ કહ્યુ છે કે પ્રાઈવેટ શેલ્ટર હોમમાં બાળકો પર અત્યાચાર ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યુ કે જેજે એક્ટની કલમ-30 હેઠળ સંસ્થાઓની એ જવાબદારી છે કે તેમના વિસ્તારમાં શેલ્ટર હોમમાં રહેતા બધા બાળકોને યોગ્ય રીતે દેખરેખ અને સુરક્ષા મળે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે દિલ્લી મહિલા પંચની એક કમિટીએ આ શેલ્ટર હોમનો પ્રવાસ કર્યો હતો જ્યાં 6થી 15 વર્ષની બાળકીઓએ જણાવ્યુ કે તેમને સજા તરીકે મરચુ ખવડાવવામાં આવે છે. તેમના પ્રાઈવેટ પાર્ટમાં મરચાનો પાવડર પણ નાખવામાં આવે છે. આ મામલે ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે.












Click it and Unblock the Notifications
