For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના દોષી પવનકુમાર ગુપ્તાની અરજી દિલ્લી હાઈકોર્ટે ફગાવી

નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસમાં દોષી પવન કુમાર ગુપ્તાની પોતાને સગીર ગણાવવાની અરજી દિલ્લી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસમાં દોષી પવન કુમાર ગુપ્તાની પોતાને સગીર ગણાવવાની અરજી દિલ્લી હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે 2012માં ગુનાના સમયે કિશોર હતો એટલા માટે ન્યાય અધિનિયમ જોગવાઈઓ હેઠળ ચુકાદો સંભળાવવામાં આવવો જોઈએ. આના પર સુનાવણી કરીને આજે અદાલતે તેની અરજી ફગાવી દીધી છે.

HC

આ પહેલા દોષીના વકીલ એપી સિંહે દસ્તાવેજ રજૂ કરવા માટે કોર્ટ પાસે વદુ સમય માંગ્યો હતો જે બાદ કોર્ટે 24 જાન્યુઆરી સુધી માટેઆ કેસની સુનાવણી ટાળી દીધી હતી. દોષી પવનની અરજી પર આજે ન્યાયાધીશ સુરેશ કુમાર કૈતની પીઠે સુનાવણી શરૂ કરી. આ અરજીમાં પવન કુમાર ગુપ્તાએ આરોપ લગાવ્યો કે તપાસ અધિકારીઓએ તેની ઉંમર વિશે જાણવા માટે હાડકા અંગે તપાસ કરી નહોતી.

દોષી વકીલે કહ્યુ કે આ મુદ્દાને કેસના અંતિમ ઉકેલ બાદપણ ઉઠાવવામાં આવી શકે છે. દોષીના વકીલે જુવેનાઈલ જસ્ટીસ કાયદા હેઠળ છૂટનો દાવો કર્યો અને કહ્યુ કે આ કાયદાની કલમ 7એમાં જોગવાઈ છે કે સગીર હોવાનોદાવો કોઈ પણ અદાલતમાં કરી શકાય છે. આ અંગે વકીલ પી સિંહે દસ્તાવેજ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો. પરંતુ નિર્ભયાના વકીલ તરફથી સતત વિરોધ કરાતો રહ્યો ત્યારબાદ કોર્ટે પોતાનો આદેશ પાછો લીધો.

તમને જણાવી દઈએ કે પવનને નિર્ભયા ગેંગરેપ-મર્ડર કેસમાં 3 અન્ય સાથે મોતની સજા સંભળાવવામાં આવી છે અને તે તિહાર જેલમાં બંધ છે. નિર્ભયા કેસમાં ચારે દોષીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં ચારમાં એક દોષી અક્ષયે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી.

આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદાથી લઈને ઉન્નાવ રેપ પીડિતા સુધી, યુપીની 9 મોટી ઘટનાઓ જેની દેશભરમાં થઈ ચર્ચાઆ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદાથી લઈને ઉન્નાવ રેપ પીડિતા સુધી, યુપીની 9 મોટી ઘટનાઓ જેની દેશભરમાં થઈ ચર્ચા

English summary
Delhi HC dismisses nirbhaya convict Pawan Kumar Gupta plea claiming he was juvenile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X