સહમતિથી બનેલા સંબંધોને બ્રેકઅપ પછી મહિલાઓ રેપ કહે છે: HC

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હી હાઇ કોર્ટે ગુરુવારે બળાત્કાર અને ઘરેલું હિંસાથી જોડાયેલા એક કેસમાં કહ્યુ કે અનેક વાર કોઇ વિવાદ કે બ્રેકઅપ પછી મહિલાઓ સહમતિથી બનેલા શારિરીક સંબંધોને બળાત્કાર ગણાવે છે. કોર્ટે મહિલાના પતિ પર પહેલા કરેલા રેપ કેસને ફરી ચલાવાની માંગણી પર આ ટિપ્પણી કરી હતી. મામલો એક 29 વર્ષીય મહિલાનો છે. જેણે હાલ જ તેના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો છે. સાથે જ મહિલાએ તેના પતિ વિરુદ્ધ લગ્ન પહેલા રેપ કર્યો હોવાનું કેસ પણ ચલાવાની માંગણી કરી છે.

rape

બળાત્કારનો આ કેસ મહિલાએ બે વર્ષ પહેલા કર્યો હતો પણ પાછળથી તેમણે બન્ને લગ્ન કરી લીધા અને મહિલાએ પતિ વિરુદ્ધ કોર્ટમાં કોઇ નિવેદન ના આપતા કોર્ટે આ કેસ બંધ કરી દીધો હતો. હવે પત્નીએ ફરી તે કેસ ચલાવાની હાઇકોર્ટથી અપીલ કરી રહી છે. મહિલાની અપીલને ફગાવતા જસ્ટિસ પ્રતિભા રાનીએ કહ્યું કે કોર્ટમાં તેવા અનેક મામલા આવે છે જેમાં બે લોકો પોતાની ઇચ્છાથી શારિરીક સંબંધ બનાવે છે અને જ્યારે કોઇ કારણવશ તે બન્ને અલગ થઇ જાય છે ત્યારે મહિલાઓ બળાત્કારનો આરોપ લગાવે છે.

English summary
Delhi High Court says Women Term Consensual Acts As Rape After Break-Up
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.