For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોકની માંગવાળી PIL ફગાવાઈ, હાઈકોર્ટે અરજીકર્તા પર લગાવ્યો 1 લાખનો દંડ

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ એટલે કે નવા સંસદ ભવનના નિર્માણ પર હવે રોક નહિ લાગે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ એટલે કે નવા સંસદ ભવનના નિર્માણ પર હવે રોક નહિ લાગે. દિલ્લી હાઈકોર્ટે આ કેસમાં સુનાવણી કરીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોકની માંગવાળી અરજીને ફગાવી દીધી છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યને પડકારતી અરજીને ફગાવીને દિલ્લી હાઈકોર્ટે અરજીકર્તા પર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. અરજીકર્તાએ અરજીમાં કહ્યુ હતુ કે કોરોના વાયરસની બીજી લહેરને જોતા સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પુનર્વિકાસ પરિયોજનાના નિર્માણ પર રોક લાગવી જોઈતી હતી. હાઈકોર્ટે નિર્માણ ગતિવિધિઓને રોકવાનો નિર્દેશ આપતી અરજીને ફગાવીને કહ્યુ કે આ કોઈથી પ્રેરિત અરજી છે. એક જનહિત અરજી નથી.

delhi HC

દિલ્લી હાઈકોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નિર્માણ કાર્ય પર રોક લગાવવાનો ઈનકાર કરીને કહ્યુ કે મજૂરો કન્ટ્ર્ક્શન સાઈટ પર રહે છે માટે નિર્માણ કાર્યને સ્થગિત કરવાનો કોઈ સવાલ ઉઠતો નથી. આ ચિંતાનો વિષય નથી અને ડીડીએમએનો આદેશ ક્યાંય પણ નિર્માણ કાર્યને પ્રતિબંધિત કરતો નથી. દિલ્લી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ડીએન પટેલ અને જસ્ટીસ જ્યોતિ સિંહની બેંચે અરજીને ફગાવીને કહ્યુ કે આ એક રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ છે જેનુ કામ અત્યારે ચાલી રહ્યુ છે, તે વધુ જરૂરી છે. હાઈકોર્ટે અરજીકર્તાની ઈચ્છા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા 17 મે, 2021ના રોજ દિલ્લી હાઈકોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયન કેન્દ્ર સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અરજીનો વિરોધ કરીને કહ્યુ હતુ કે આ અરજી કોઈને કોઈ ઉણપને દબાવવા માટે કરવામાં આવી છે. વળી, અરજીકર્તા તરફથી હાજર વકીલ સિદ્ધાર્થ લુથરાએ પોતાની દલીલ રજૂ કરીને કહ્યુ હતુ કે માત્ર સાઈટ પર મજૂરોની સુરક્ષામાં રસ છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવુ સંસદ ભવન, પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિના આવાસ ઉપરાંત ઘણી સરકારી ઈમારતો ઈન્ડિયા ગેટ અને રાજપથ આસપાસ બનાવવામાં આવી રહી છે. કોંગ્રેસ, ટીએમસી સહિત ઘણા વિપક્ષી દળોએ કોરોનાની બીજી લહેર દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી.

English summary
Delhi High court dismisses a plea suspend construction activity of Central Vista Project
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X