દિલ્હી હાઇકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ મોકલી
ભારતમાં લોકસભા ચૂંટણી 2019 પરિણામ 23 મેં દરમિયાન જાહેર થઇ ગયા. ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે તે વાત સ્પષ્ટ થઇ ગઈ.
ભારતમાં લોકસભા ચૂંટણી 2019 પરિણામ 23 મેં દરમિયાન જાહેર થઇ ગયા. ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે તે વાત સ્પષ્ટ થઇ ગઈ. ચૂંટણી પરિણામ સામે આવતા જ બીજા દિવસે દિલ્હી હાઇકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ મોકલી છે.

ખરેખર હાઇકોર્ટમાં કેટલાક રાજનૈતિક દળો સામે કાર્યવાહીની માંગ કરતા એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં હાઇકોર્ટને અપીલ કરવામાં આવી હતી કે એવા રાજનૈતિક દળોનું પંજીકરણ કેન્સલ થવું જોઈએ, જે ધાર્મિક, જાતિગત, નસલ અને ભાષાને આધારે રજીસ્ટર છે. આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દળોને ત્રણ મહિનાનો સમય આપવો જોઈએ પરંતુ ત્યારપછી પણ જો તેઓ સુધાર ના કરે તો તેમનું રજીસ્ટર કેન્સલ થવું જોઈએ.
આ અરજીમાં ભાજપા નેતા અશ્વની કુમાર ઉપાધ્યાય ઘ્વારા દાખલ કરવામાં આવી અને તેમાં તર્ક આપવામાં આવ્યો કે ધર્મો સાથે જોડાયેલા નામનો ઉપયોગ કરવો અથવા રાષ્ટ્રીય ધ્વજ જેવા પ્રતીકોનો ઉપયોગ ઉમેદવારની સંભાવનાઓને પ્રભાવિત કરી શકે છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે તેવા પગલાં ભરવાથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરી શકાય છે.
તેમને પોતાની અરજીમાં હિન્દૂ સેના, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ જેવા રાજનૈતિક દળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમને પોતાની અરજીમાં એવું પણ કહ્યું છે કે કોંગ્રેસ સહીત ઘણા રાજનૈતિક દળ છે, જેઓ રાષ્ટ્રીય ધ્વજ જેવા ઝંડાનો ઉપયોગ કરે છે. આવું કરવું જનપ્રતિનિધિ નિયમની આત્મા વિરુદ્ધ છે.












Click it and Unblock the Notifications
