For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા આઈએએસનુ છલકાયુ દર્દ, ઓફિસમાં મારી સાથે પણ રોજ થાય છે દૂર્વ્યવહાર

ઉત્તર દિલ્લી નગર નિગમ (એનડીએમસી) કમિશ્નર વર્ષા જોશીએ એક મહિલાની ફરિયાદ પર જવાબ આપતા કહ્યુ છે કે તે પોતે ઓફિસમાં દૂર્વ્યવહારનો સામનો કરે છે

|
Google Oneindia Gujarati News

ઉત્તર દિલ્લી નગર નિગમ (એનડીએમસી) કમિશ્નર વર્ષા જોશીએ એક મહિલાની ફરિયાદ પર જવાબ આપતા કહ્યુ છે કે તે પોતે ઓફિસમાં દૂર્વ્યવહારનો સામનો કરે છે, એવામાં સમજમાં નથી આવતુ કે આનુ સમાધાન શું હોઈ શકે. ટ્વિટર પર તેમણે આ વાત લખી છે. જોશીએ લખ્યુ કેલોકો ઘણીવાર મહિલા અધિકારીઓ સાથે પણ દૂર્વ્યવહાર કરે છે. હું પોતે રોજ ઓફિસમાં દૂર્વ્યવહારનો સામનો કરુ છુ.

varsha joshi

એક મહિલાએ ટ્વિટર પર વર્ષા જોશીને ટેગ કરીને ફરિયાદ કરી હતી કે તેના એરિયામાં રસ્તા પર બેસીને લોકો પત્તા રમે છે. રસ્તામાં આવતી-જતી મહિલાઓને ઘૂરે છે અને તેમના પર અભદ્ર ટિપ્પણીઓ કરે છે. ઘણી વાર ફરિયાદ કરવા છતાં પણ કંઈ નથી થયુ, મેમ તમે આના પર ધ્યાન આપો. આના પર રિપ્લાય કરીને આઈએએસ અધિકારી વર્ષાએ લખ્યુ કે આ તો મહિલાઓ સામે એક એવો મુદ્દો છે જેનો સામનો તેણે રોજ 24 કલાક કરવાનો હોય છે. વર્ષાએ લખ્યુ કે ઉત્તર ભારતમાં હંમેશા મહિલાઓ સામે આવા પડકાર રહે છે. મારી સાથે મારી ઓફિસમાં દૂર્વ્યવહાર થાય છે. ઘણીવાર પુરુષો તમારી સ્પેસને ઘેરી લે છે, તેમને ખબર પણ નથી હોતી કે એ લોકો શું કરી રહ્યા છે, બતાવો, આનુ શું સમાધાન હોઈ શકે છે.

1995ની બેચના આઈએએસ ઓફિસર વર્ષા જોશી ડિસેમ્બર 2018થી ઉત્તર દિલ્લી નિગમમાં પોસ્ટેડ છે. તે ઉત્તર દિલ્લી નિગમમાં પહેલા મહિલા અધિકારી પણ છે. જોશીના ટ્વિટ બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો રાજધાનીમાં એક આઈએએસ અધિકારી પોતાને સહજ નથી અનુભવી રહ્યા તો પછી સામાન્ય મહિલાઓની સુરક્ષા વિશે શું કહી શકાય. વળી, આના પર ઉત્તર નગર નિગમના મેયર અવતાર સિંહે જણાવ્યુ કે વર્ષા જોશી અમારી બહેન સમાન છે. તેમની સાથે કોઈ ખોટો વ્યવહાર સહન કરવામાં નહિ આવે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ વિશે ખોલ્યો એક રાઝ, તમે પણ જાણીને ચોંકી જશોઆ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ વિશે ખોલ્યો એક રાઝ, તમે પણ જાણીને ચોંકી જશો

English summary
delhi IAS officer alleges not safe in office face misbehavior every day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X