Delhi Liquor Scam: ઈન્ડો સ્પીરિટમાં KCRની દીકરી કવિતાનો પણ ભાગ, EDનો ખુલાસો
તેલંગાણાના મુખ્યમંત્રીની દીકરી દારૂ કૌભાંડ કરનાર કંપની ઈન્ડો સ્પિરિટમાં 65 ટકાની ભાગીદાર હોવાનો ખુલાસો થયો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સનસનાટીભર્યા આરોપ લગાવતા જણાવ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાઉની દીકરી કવિતા અને તેના ભાગીદારો દારૂની કંપની Indo Spiritsમાં 65%ની ભાગીદારી ધરાવે છે, આ કંપની દારૂ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનો આરોપ છે. ગયા મહિને ઈડીએ નોંધેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું કે કવિતા પોતાના અવેજીઓ દ્વારા આ કંપનીમાં ભાગ ધરાવે છે અને કવિતાના પ્રોક્સીઓ એટલે કે અવેજીઓને ઓળખી લેવામાં આવ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે.

જજ એમ કે નાગપાલની સ્પેશિયલ કોર્ટમાં ED ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમણે મંગળવારે તેની નોંધ લીધી હતી અને 5 જાન્યુઆરીએ સુનાવણી માટે કેસની સૂચિબદ્ધ કરી હતી.
કૌભાંડ કઈ રીતે થયું તે બાબતે EDની ચાર્જશીટમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામા આવ્યું છે કે, "આ કૌભાંડ અને ષડયંત્રના નિર્ણાયક પુરાવા પૈકી એક એ છે કે કયા સંજોગોમાં ઈન્ડિયા સ્પિરિટ્સની ભાગીદારી રચાઈ હતી. 12 નવેમ્બરના રોજના તેમના નિવેદનમાં સમીર (મહેન્દ્રુ) દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ, વિજય નાયર દ્વારા અરુણ પિલ્લઈ સાથે તેમનો પરિચય એક જૂથના ભાગ રૂપે થયો હતો જેમની પાસે અપાર નાણાકીય સંસાધનો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મિત્ર છે. તેઓએ સમીરના દિલ્હીના બિઝનેસમાં હિસ્સો માંગ્યો હતો."
કોઈ નોંધપાત્ર રોકાણ કર્યા વિના પોતાનો નફો વહેંચવો પડે તેમ હોવાથી સમીર આ ભાગીદારીની શરત સાથે સંમત ન હતો. પછી વિજય નાયરે સમીરને કહ્યું કે જો તે આ સોદો કરશે, તો પર્નોડ રિકાર્ડ્સ (Pernod Ricard)નો વ્યવસાય પણ તેને મળે તેની વિજય ખાતરી કરશે. ત્યારે સમીર આ વ્યક્તિને 65%ની ભાગીદારી આપવા સંમત થયો. આ વ્યક્તિઓ સાથેની તેમની વાતચીત દરમિયાન, સમીરને MSR (મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડી) અને કે કવિતા ઇન્ડો સ્પિરિટ્સમાં વાસ્તવિક ભાગીદારો હોવાની જાણ થઈ હતી, જેમનું પ્રતિનિધિત્વ રાહુલ અને અરુણ પિલ્લાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
અરુણ પિલ્લાઈએ ખુલાસો કર્યો, "સમીર સાથેની વાતચીત દરમિયાન સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે તેની કંપનીનો 65% ભાગીદારી એમએસઆર અને કે કવિતા પાસે રહેશે. અરુણ પિલ્લઈએ પુષ્ટિ કરી છે કે તેણે કવિતા અને સમીર મહેન્દ્રુ સાથે પણ ફેસટાઇમ કોલની વ્યવસ્થા કરી છે. તેણે સમીર મહેન્દ્રુ અને કવિતાની હૈદરાબાદ ખાતેના તેના નિવાસસ્થાને બેઠક પણ ગોઠવી હતી, જેમાં તેણીએ સમીર મહેન્દ્રુ પાસેથી ઈન્ડો સ્પિરિટ્સ બિઝનેસના સામાન્ય અપડેટ્સ લીધા હતા."












Click it and Unblock the Notifications
