For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં હોટલ, જીમ, સાપ્તાહિક બજાર ખોલવા પર આજે નિર્ણય

આજે યોજાનારી દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટની મહત્વની બેઠકમાં એ બાબતે નિર્ણય લેવાશે કે દિલ્લીમાં હોટલ, જીમ, સાપ્તાહિક બજારની મંજૂરી આપવાની છે કે નહિ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના સંક્રમણના સમયમાં સામાન્ય જીવન હજુ પણ સંપૂર્ણપણે પાટા પર આવ્યુ નથી. કેન્દ્ર સરકારે તબક્કાાવાર રીતે અનલૉકની પ્રક્રિયાને શરૂ કરી છે. અનલૉક 3માં હોટલ, જીમ, સાપ્તાહિક બજારને ખોલવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે પરંતુ દિલ્લી સરકારે હજુ સુધી આ વિશે પોતાનો નિર્ણય સંભળાવ્યો નથી પરંતુ આજે આ બાબતે મહત્વની બેઠક થશે. આજે યોજાનારી દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટની મહત્વની બેઠકમાં એ બાબતે નિર્ણય લેવાશે કે દિલ્લીમાં હોટલ, જીમ, સાપ્તાહિક બજારની મંજૂરી આપવાની છે કે નહિ.

arvind kejriwal

કેન્દ્ર સરકારે જ્યારે અનલૉક-3નુ એલાન કર્યુ હતુ તો દિલ્લી સરકારે દિલ્લીના એલજી અનિલ બૈજલને હોટલ તેમજ સાપ્તાહિક બજાર ખોલવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ બૈજલે સરકારના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નહોતો. દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટની આજે યોજાનાર બેઠકની અધ્યક્ષતા લેફ્ટનન્ટ જનરલ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્લી સરકારે પોતાના પ્રસ્તાવમાં કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારની અનલૉક-3 ગાઈડલાઈન બાદ અમને એ માટેનો અધિકાર છે કે અમે દિલ્લીમાં આ પ્રકારની મંજૂરી આપી શકીએ છીએ.

આપ સરકારે કહ્યુ હતુ કે ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે, સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે પરંતુ હોટલ, જીમ અને સાપ્તાહિક બજાર ખુલ્લા છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં સોમવારે કોરોનાના 787 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશની રાજધાનીમાં કોરોના કેસોની સંખ્યા 1.53 લાખ સુધી પહોંચી ગઈ છે. વળી, કોરોનાથી દિલ્લીમાં અત્યાર સુધી 4214 લોકોના મોત થઈ ચૂક્યા છે. સોમવારે 18 લોકોના કોરોનાથી મોત થઈ ગયા હતા.

PM Cares ફંડને લઈ સુપ્રીમ કોર્ટમાં દાખલ PIL પર આજે ફેસલોPM Cares ફંડને લઈ સુપ્રીમ કોર્ટમાં દાખલ PIL પર આજે ફેસલો

English summary
Delhi: Major decision on opening GYM Hotel and weekly market todaay.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X