Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delhi Mayor Election: દિલ્લીમાં આજે મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી, આપ-ભાજપ સામ-સામે, જાણો કોની વચ્ચે છે મુકાબલો

આજે દિલ્લીમાં નગર નિગમ માટે મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણી થવાની છે. જેમાં આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે.

Delhi Mayor Election: દિલ્લીમાં આજે મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય પણ ચૂંટવામાં આવશે. દિલ્લી નગર નિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત જીત બાદ આજે યોજાનારી ચૂંટણીમાં ભાજપ અને આપ બંને સામ-સામે છે. આપ તરફથી શૈલી ઓબેરૉય અને ભાજપ તરફથી રેખા ગુપ્તા મેયર પદના ઉમેદવાર છે. મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે સવારે 11 વાગે મતદાન શરુ થશે.

delhi

શ્યામા પ્રસાદ મુખર્જી સિવિક સેન્ટરમાં સવારે 11 વાગે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી છશે. આમ આદમી પાર્ટી તરફથી ઓબેરૉય મેયર પદ, ડેપ્યુટી મેયર પદ માટે આલે ઈકબાલ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પદ માટે આમિલ મલિક, રમિંદર કૌર, મોહિની જીનવાલ અને સારિકા ચૌધરી મેદાનમાં છે. વળી, ભાજપ તરફથી મેયર પદ માટે રેખા ગુપ્તા, ડેપ્યુટી મેયર પદ માટે કમલ બાગડી અને સ્ટેન્ડિંગ કમિટી માટે કમલજીત સહરાવત, ગજેન્દ્ર દરાલ અને પંકડ લૂથરા હશે.

તમને જણાવી દઈએ કે લગભગ 15 વર્ષથી એમસીડી પર ભાજપનુ શાસન હતુ પરંતુ ભાજપના શાસનને ઉખાડી ફેંકવામાં આપને સફળતા મળી. જો કે, હવે જોવાની વાત એ રહેશે કે આમ આદમી પાર્ટી પોતાના મેયર ઉમેદવારને પણ જીતાડી શકે છે કે નહિ. એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કુલ 250 સીટોમાંથી 134 સીટો જીતી છે. ચૂંટણી દરમિયાન આપનુ સૂત્ર હતુ કેજરીવાલની સરકાર, કેજરીવાલના કાઉન્સિલર.

નોંધનીય છે કે ગુરુવારે એલજી વિનય કુમાર સક્સેનાએ ભાજપના કાઉન્સિલર સત્ય શર્માને પ્રોટેમ સ્પીકર બનાવ્યા હતા. દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકારે આ પદ માટે આપ કોર્પોરેટર મુકેશ ગોયલના નામની દરખાસ્ત કરી હતી પરંતુ ઉપ રાજ્યપાલે ભાજપના કોર્પોરેટરને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા હતા. તમને જણાવી દઈએ કે 2012 પછી આ પ્રથમ વખત હશે જ્યારે સમગ્ર શહેર માટે એક મેયર હશે. અગાઉ એમસીડી ત્રણ ભાગોમાં વહેંચાયેલુ હતુ, દરેક ભાગમાં તેના પોતાના મેયર હતા. પરંતુ 4 ડિસેમ્બરે તેનુ વિલિનીકરણ કરવામાં આવ્યુ છે.

આ ચૂંટણીમાં ચૂંટાયેલા 250 કાઉન્સિલરો મતદાન કરશે. આ સાથે દિલ્લીમાં 7 લોકસભા સાંસદો, 3 રાજ્યસભાના સાંસદો અને નામાંકિત લોકોમાં 14 ધારાસભ્યો પણ મતદાનમાં ભાગ લેશે, જેમને દિલ્લી વિધાનસભાના અધ્યક્ષની સંમતિથી બનાવવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં એકંદરે માત્ર 274 લોકો જ મતદાતા હશે. કોંગ્રેસે આ ચૂંટણીમાં ભાગ નહિ લેવાનુ એલાન કર્યુ છે. આ વખતે દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના 9 કાઉન્સિલરો જીત્યા છે. કોંગ્રેસે વ્હીપ દ્વારા કોર્પોરેશનમાં નાઝિયા દાનિશને એમસીડીમાં કોંગ્રેસ પાર્ટીના નેતા, શીતલને તેના ઉપ નેતા અને શગુફ્તા ચૌધરીને કોંગ્રેસ પાર્ટીના ચીફ તરીકે નિયુક્ત કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X