PM મોદીએ યોગી આદિત્યનાથ ભગવા વસ્ત્રો અંગે કહી આ વાત

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી મેટ્રોને 25 ડિસેમ્બર, સોમવારના રોજ 15 વર્ષ પૂર્ણ થયા હતા, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે મેટ્રોની મજેન્ટા લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી બૉટનિકલ ગાર્ડન સ્ટેશન પર મેટ્રોને લીલો ઝંડો બતાવીને શુભારંભ કરાવડાવ્યો હતો. આ પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત વિવિધ મંત્રી અને ડીએમઆરસીના પ્રબંધ નિદેશક ડૉ. મંગૂ સિંહ હાજર રહ્યા હતા. એ પછી પીએમ મોદીએ મેટ્રોમાં પણ મુસાફરી કરી હતી. અહીં પીએમ મોદીએ જનસભાનું સંબોધન કર્યું હતું.

Modi

પીએમ મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ:

 • જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, તો મેં અનેક પ્રકારના અંધવિશ્વાસ તોડ્યા હતા, હવે યોગીજીએ નોયડા આવીને આ જ કામ કર્યું છે. યોગી આદિત્યનાથે નોયડા આવીને જે અંધવિશ્વાસ તોડ્યો, એ માટે હું એમને અભિનંદન આપું છું.
 • યોગીજીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશે ખૂબ ઉત્તમ રીતે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. જો કે, યોગીજીના કપડા જોઇને એવો ભ્રમ ફેલાય છે કે તેઓ આધુનિક વિચારસરણીના હોઇ જ ના શકે.
 • એવું માનવામાં આવતું હતું કે, નોયડામાં કોઇ પણ મુખ્યમંત્રીનું આવવું અશુભ હોય છે, પરંતુ યોગીજીએ આ અંધવિશ્વાસ તોડ્યો છે. રાજકારણમાં એક અંધવિશ્વાસ હતો કે, જો કોઇ સીએમ નોયડા જશે તો તેની ખુરશી જશે. આ કારણે જ માયાવતીથી લઇને અખિલેશ સુધી કોઇ સીએમ અહીં નથી આવ્યા.
 • અમે સરકારમાં આવ્યા પછી લગભગ 1200 કામ વગરના કાયદાઓ સમાપ્ત કર્યા છે, આ કાયદાઓ ગુડ ગવર્નેન્સમાં બાધક હતા.
 • દરેક ગામમાં રસ્તાઓ પહોંચાડવાનું સપનું અટલ બિહારી વાજપાયીજીએ જોયું હતું. વર્ષ 2019 સુધીમાં દરેક ગામને પાકા રસ્તા સાથે જોડી વાજપાયીજીનું સપનું પૂરું કરીશું.
 • અમારા તમામ નિર્ણયો સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવનારા હોય છે. ટૂંક સમયમાં જ 5 મોટા મેટ્રો નેટવર્ક્સમાં ભારતનો સમાવેશ થશે.
 • આપણો દેશ સંપન્ન છે, સમૃદ્ધ છે, પરંતુ લોકોને એનાથી દૂર રાખવામાં આવ્યા છે. દેશના રાજકીય દળોમાંથી 'મારું શું અને મને શું'ની માનસિકતા કાઢવી પડશે.
 • આ મેટ્રો લાઇન પર સોલર એનર્જીના ઉપયોગથી વીજળી બચશે અને પર્યાવરણનો લાભ થશે.
 • પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટમાં ખૂબ ખર્ચો થાય છે, ઇમ્પોર્ટ ઘટાડવા માટેના ઉપાયો શોધવામાં આવી રહ્યાં છે.
 • મેટ્રો ટ્રાવેલિંગ અમારા દેશમાં એક પ્રતિષ્ઠાનો વિષય બનવો જોઇએ. તો જ આપણે આપણા દેશને અનેક સમસ્યાઓમાંથી બચાવી શકીએ છીએ.
 • આ મેટ્રો લાઇન ખુલવાથી સામાન્ય લોકોને ખૂબ ફાયદો પહોંચશે. મેટ્રો શરૂ કરવામાં કરોડો લોકો કામે લાગે છે.
 • ક્યારેક વિકાસના ઉત્તમ કામ પણ હંમેશા જનહિતના ત્રાજવે તોળવાની જગ્યાએ રાજકારણના ત્રાજવે તોળાઇ જાય છે.
 • યુપી મારું ઘર છે, તમે જ મને ઉછેર્યો અને શિક્ષા આપી. આ પ્રદેશે પણ સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

English summary
Delhi Metro Magenta line Inauguration PM Narendra Modi Christmas.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.