For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકના બોલથી તૂત્યો કારના કાચ?, ‘આપ’ નેતા રાખી બિરલાએ નોંધાવી ફરિયાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 જાન્યુઆરીઃ દિલ્હીના મહિલા અને બાળ વિકાસ મંત્રી રાખી બિરલાની કાર પર કથિત રીતે અજ્ઞાત લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં નવો વળાંક આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, કારનો કાચ પર પથ્થરથી નહીં પરંતુ નજીકમાં ક્રિકેટ રમી રહેલા એક બાળકનો બોલ વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ બાળક અને તેના પિતાએ મંત્રીની માફી માગી હતી, એવા આરોપ લાગી રહ્યા છે, બાળકો અને પિતા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં રાખી બિરલાએ તથ્યોને છૂપાવીને મંગોલપુરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

aap-leader-rakhi-birla
ભાજપ અને કોંગ્રેસે કહ્યું કે, જ્યારે માફી માંગી લેવામાં આવી હતી, તો મંત્રીએ ત્યાં જ વાતને ખતમ કરી દેવી જોઇતી હતી, પોલીસને ગુમરાહ કરવી જોઇતી નહોતી. કેટલાક સ્થાનિક લોકોએ કેમેરા સામે કહ્યું કે, મંત્રીએ પોલીસ સુરક્ષા લેવી છે, એટલા માટે આ નાટકો કરવામાં આવી રહ્યાં છે.

એફઆઇઆર અનુસાર, રાખી રવિવારે સાંજે છ વાગ્યે મંગોલપુરીથી આ ક્ષેત્ર તરફ બ્લોક સ્થિત સંતોષી માતા મંદિરમાં આયોજિત સ્વાગત સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા. સમારોહ બાદ તે પોતાના સમર્થકો સાથે કારમાં જઇ રહી હતી. કારની આસપાસ તેમના સમર્થકો ઉભા હતા. ત્યારે અચાનક અજાણ્યા શખ્સે કાર પર પથ્થર વડે હુમલો કર્યો, જેનાથી તેમની કારનો કાચ તૂટી ગયો છે.

પૂછપરછ દરમિયાન સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, કારના કાચ પર પથ્થર નહીં પરંતુ નજીકમાં ક્રિકેટ રમી રહેલા બાળકનો બોલ વાગ્યો હતો. આ ઉપરાંત રાખીની પિતા ઉપર પણ બાળકોના પરિવારને અપશબ્દ કહેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

English summary
Delhi Minister Rakhi Birla's car was attacked today evening by some unidentified persons in Mangolpuri area here but she escaped unharmed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X