Delhi : મંત્રી સૌરભ ભારદ્વાજે હાઈકોર્ટ ડિસ્પેન્સરીનું અચાનક પહોંચીને નિરીક્ષણ કર્યુ

દિલ્હીની આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકાર આરોગ્યની સુવિધાઓ માટે સતત નવા નવા પગલા ભરી રહી છે. આ ક્રમમાં જ મંત્રી સૌરભ ભારદ્વાજ હાઈકોર્ટ ડિસ્પેન્સરીની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા હતા.

દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યુ કે, દિલ્હીના વકીલોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેં આજે દિલ્હી હાઈકોર્ટ ડિસ્પેન્સરીનું ઓચિંતું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે, મને બાર એસોસિએશન દ્વારા દિલ્હી હાઈકોર્ટના દવાખાનામાં કેટલીક વધુ સુવિધાઓ અને સુધારાની જરૂરિયાત વિશે જાણ કરવામાં આવી હતી.

saurabh bhardwaj

તેમણે કહ્યું કે, ત્યાં ગયા પછી મને પણ ખબર પડી કે બાર એસોસિએશનને ડેન્ટિસ્ટની જરૂર છે. વકીલોના દવાખાનામાં ટૂંક સમયમાં ડેન્ટિસ્ટની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત ટૂંક સમયમાં હાઈકોર્ટમાં આરોગ્યની સુવિધામાં સુધારો કરવામાં આવશે અને આધુનિક સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે.

જણાવી દઈએ કે દિલ્હીના સામાન્ય લોકો માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2019માં રાજધાનીમાં 100 1મોહલ્લા ક્લિનિક્સ શરૂ કર્યા હતા અને તેની સંખ્યા હવે વધીને 500 થઈ ગઈ છે. હાલમાં જ આ દવાખાનાઓમાં ડોકટરો અને સ્ટાફ દ્વારા બેદરકારીની ફરિયાદો મળી હતી.

જે બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે એ 7 મોહલ્લા ક્લિનિક્સનું નિરીક્ષણ કર્યું જ્યાં ફરિયાદો મળી હતી. જે બાદ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે ડોક્ટરો અને કર્મચારીઓને બરતરફ કરી દીધા હતા.

આ માહિતી ખુદ સ્વાસ્થ્ય મંત્રીએ આપી અને જણાવ્યુ કે, તેમને એવી ફરિયાદો મળી છે કે આ મોહલ્લા ક્લિનિક્સમાં ડોક્ટરો મોડા આવતા હતા. લોકો તરફથી આ ફરિયાદ મળ્યા બાદ દિલ્હીના 7 મોહલ્લા ક્લિનિક્સમાં તૈનાત ડોક્ટરો અને સ્ટાફની હાજરી તપાસવામાં આવી હતી.

આ તપાસમાં લોકોની ફરિયાદ સાચી ઠરી અને આવા ડોકટરો અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને બરતરફ કરવામાં આવ્યા. તેમણે પત્રકારોને જણાવ્યું કે, આ ડોકટરો અને કર્મચારીઓ બાયોમેટ્રિક સિસ્ટમ સાથે છેડછાડ કરીને અને સવારે 8 વાગ્યે અથવા તેની આસપાસ હાજરી માર્ક કરીને સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X