દિલ્લીઃ સ્મશાનમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને ક્રૂર હત્યા કેસમાં પીડિત પરિવારને મળ્યા રાહુલ ગાંધી
સ્મશાનમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને ક્રૂર હત્યા કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મૃતકના પરિવારજનોને મળ્યા.
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં એક 9 વર્ષની બાળકીને સ્મશાનમાં કથિત રીતે દુષ્કર્મ તેમજ ક્રૂર રીતે હત્યા કરવાનો મામલો જોર પકડી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદથી સત્તારુઢ આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત વિપક્ષી દળ કોંગ્રેસ અને ભાજપના નેતાઓના નિવેદન આવી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દોષિતોને આકરામાં આકરી સજા અપાવવાની વાત કહી છે. વળી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યુ. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા છે.

અમે પીડિત પરિવાર સાથે છીએઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ દિલ્લીમાં મૃતકના પરિવાર પાસે પહોંચીને તેમને સાંત્વના આપી. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે મોટી સંખ્યામાં પત્રકારો આવી ગયા. પત્રકારો સાથે વાત કરીને કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, 'દિલ્લીના ઓલ્ડ નંગલ સ્મશાનમાં બાળકી સાથે શરમજનક ઘટના બની અને તેની હત્યા કરી દેવામાં આવી. આપણે એ બાળકીના પરિવારજનોને ન્યાય અપાવવાનો છે.' રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે, 'મે તેમની સાથે વાત કરી, તે ન્યાય ઈચ્છે છે બીજુ કંઈ નહિ. તે કહી રહ્યા છે કે તેમને ન્યાય નથી આપવામાં આવી રહ્યો, અમને આમાં મદદ જોઈએ. મે કહ્યુ - અમે મદદ કરીશુ. મે કહ્યુ - હું તમારી સાથે ઉભો છુ અને તમને ન્યાય મળવા સુધી પૂરો સાથ આપીશ. ગભરાવ નહિ.'
મૃતકોના પરિવારજનોનો આરોપ - બળજબરીથી અંત્યેષ્ટિ કરવામાં આવી
પીડિત પરિવારનુ કહેવુ છે કે તેમની બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને પછી હત્યા કરી દેવામાં આવી. ત્યાં સુધી કે માતાપિતાની સંમતિ વિના તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ તરફ અધિકારીઓએ બાળકીના પરિવારને ન્યાય અપાવવામાં પારદર્શિતાની વાત કહી. પોલિસના જણાવ્યા મુજબ આ મામલે સ્મશાનઘાટના પૂજારી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલિસનુ કહેવુ છે કે આ 4 આરોપીઓ પર દિલ્લી પોલિસે ગેંગરેપ, હત્યા, પૉક્સો, એસસી-એસટી એક્ટ, જણાવ્યા વિના શબના અંતિમ સંસ્કાર કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિત ઘણા કલમો લગાવી છે. પોલિસ રેકૉર્ડ મુજબ ઘટના રવિવાર(1 ઓગસ્ટ) સાંજે 5.30 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચેની છે. જ્યારે બાળકી સાથે ઘટના બની અને તેને સળગાવી દેવામાં આવી. બે દિવસ બાદ આ મામલાએ તૂલ પકડ્યુ.
પોલિસ રિપોર્ટ મુજબ સમગ્ર ઘટનાક્રમ
9 વર્ષીય બાળકી રવિવારની સાંજે લગભગ સાડા 5 વાગે પોતાના ઘર પાસે સ્થિત સ્મશાન ઘાટના વૉટર કૂલરમાંથી ઠંડુ પાણી લેવા માટે પોતાના ઘરેથી નીકળી હતી. સાંજે લગભગ 6 વાગે સ્મશાન ઘાટના પૂજારી રાધેશ્યામ અને પીડિતાની માને જાણતા બે-ત્રણ લોકોએ તેને સ્મશાનમાં બોલાવી અને બાળકીનુ શબ બતાવ્યુ. ત્યારે પૂજારીએ કહ્યુ કે કૂલરનુ પાણી પીતી વખતે તેને કરન્ટ લાગી ગયો. ત્યારબાદ આરોપી પૂજારીઓ મૃતક બાળકીને પરિવારજનોની મરજી વિના જ મૃતક બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા. બાળકીની મા બૂમાબૂમ કરવા લાગી. જેનાથી લગભગ 200 લોકો સ્મશાન ઘાટ પર ભેગા થઈ ગયા. સૂચના મળતા પોલિસ આવી પહોંચી. જ્યાં બાળકીની માએ કહ્યુ કે મે બાળકીના શરીર પર ઈજાના નિશાન જોયા અને તેના હોઠ વાદળી થઈ ગયા હતા. મારી દીકરી સાથે ખોટુ કામ કરવામાં આવ્યુ અને પછી તેને મારી નાખવામાં આવી છે. જેના પર પોલિસે નિવેદન નોંધીને કેસ કરી લીધો છે. આરોપી પૂજારીની ધરપકડ કરી લેવામાં આવી. વળી, ઘટના સ્થળેથી નમૂના અને પુરાવા એકત્ર કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને ફૉરેન્સિકની ટીમોને પણ બોલાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
