For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીની હવામાં કોઈ સુધારો નહિ, SCમાં આજે ફરીથી સુનાવણી, સ્કૂલો-કોલેજો બંધ, ટ્રકોને નો એન્ટ્રી, બાંધકામ બંધ

દિલ્લી-એનસીઆર આસપાસના વિસ્તારોમાં સતત વધતા પ્રદૂષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં ફરીથી સુનાવણી થવાની છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજધાનીની આબોહવામાં બુધવારે પણ કોઈ સુધારો નથી દેખાઈ રહ્યો. વાયુ ગુણવત્તા અને હવામાન પૂર્વાનુમાન અને અનુસંધાન પ્રણાલી(SAFAR)એ માહિતી આપી છે કે આજે પણ દિલ્લીનો વાયુ ગુણવત્તા સૂચકાંક(AQI)379 છે કે જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ દિલ્લીમાં આવતા અમુક દિવસો સુધી વાયુની ગુણવત્તા આ જ રહેવાની છે. દિલ્લી-એનસીઆર આસપાસના વિસ્તારોમાં સતત વધતા પ્રદૂષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં ફરીથી સુનાવણી થવાની છે.

delhi

કોર્ટની સુનાવણી સવારે 10.30 વાગે થશે. સોમવારે કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને પ્રદૂષણને કંટ્રોલ કરવાના સુરક્ષિત ઉપાય કરવા માટે કહ્યુ હતુ. તમને જણાવી દઈએ કે વધતા પ્રદૂષણના કારણે દિલ્લી અને એનસીઆરની આસપાસના શહેરોની બધી સ્કૂલો અને કૉલેજોને આવતા આદેશ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ CAQMએ દિલ્લી અને તેના પડોશી રાજ્યો સાથે બેઠક કરી હતી જેમાં આ ઉપાયોની જાહેરાત કરી હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, દિલ્લી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અધિકારી હાજર હતા.

સ્કૂલો-કૉલેજો બંધ, નિર્માણ કાર્ય બંધ

વાસ્તવમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ કમિશન(CAQM)એ મંગળવારે નવા નિર્દેશ જાહેર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યુ હતુ કે બધી શિક્ષણ સંસ્થાઓ ઑનલાઈન ક્લાસ શરુ કરે, 21 નવેમ્બર સુધી ઓછામાં ઓછા 50 ટકા કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરે અને બધા નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે. વળી, દિલ્લી-એનસીઆરમાં બધા 11માંથી માત્ર 5 થર્મલ પાવર પ્લાન્ટ જ સંચાલિત થશે.

આખો એનસીઆર ઝોન પ્રદૂષણયુક્ત

માત્ર દિલ્લી જ નહિ પરંતુ આખો એનસીઆર ઝોન હાલમાં પ્રદૂષણયુક્ત છે. હરિયાણાની પણ હવા ઘણી ઝેરી થઈ ગઈ છે. અહીં પણ પ્રદૂષણ ઘણુ હાવી થઈ ગયુ છે જેના કારણે શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે.

સોમવારે શહેરોનો AQI રેકૉર્ડ

નારનૌલ(હરિયાણા)નો AQI 343
કોટા(રાજસ્થાન)નો AQI 351
મુઝફ્ફરનગરનો AQI 343
જીંદનો AQI 345
ઉદયપરનો AQI 346
વલ્લભગઢનો AQI 412
બુલંદશહરનો AQI 462

આ પણ જાણો

  • PM10 કે પર્ટીકુલેટ મેટર કહેવામાં આવે છે કે જે વાયુમાં હાજર ઠોસ કણો અને તરલ ટીપાંનુ મિશ્રણ હોય છે જેનાથી આરોગ્ય સંબંધી ગંભીર બિમારીઓ પેદા થાય છે.
  • AQI એક સંખ્યા છે જેનો ઉપયોગ સરકારી એજન્સીઓ વાયુ પ્રદૂષણના સ્તરને બતાવવા માટે કરે છે.

English summary
Delhi-NCR's air quality remains 'very poor', AQI Reached 318, SC heraing today, read all details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X