Delhi News : દિલ્હીમાં 155 વધુ વાઇન શોપ 24 કલાક ખુલ્લા રાખવા આપી મંજૂરી, અરવિંદ કેજવાલે આપ્યું આ કારણ
Delhi News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 155 વધુ દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને 24 કલાક ખુલ્લા રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી આપવાનો ઉદ્દેશ્ય રાતના સમયે દિલ્હીના આર્થિક વિકાસમાં વધારો અને વધુને વધુ નોકરી રોજગાર આપવાનું છે.
આ સાથે સાથે મજૂરોના હિતોના રક્ષણનું પણ ધ્યાન રાખવામાં આવશે. દિલ્હીની રાજ્ય સરકાર દ્વારા વ્યાપારી પ્રવૃતિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ઉપક્રમે આ વ્યાપારી સંસ્થાઓને 24 કલાક ખુલ્લા રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે.

છેલ્લા બે વર્ષમાં કુલ 523 દુકાનોને 24 કલાક ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. હાલની સિસ્ટમમાંથી આ એક મોટો ફેરફાર છે. જ્યાં 1954થી 2022 સુધીના 68 વર્ષમાં માત્ર 269 સંસ્થાઓને જ આવી પરવાનગી આપવામાં આવી હતી.
આવા સમયે, વર્ષ 2022માં 313 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 2023માં 55 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. હવે ઉપરાજ્યપાલને ફાઈલ મોકલવામાં આવી છે કે, તેઓ ચૂંટાયેલી સરકારના નિર્ણય સાથે સહમત છે કે નહીં.
દિલ્હી સરકારે વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા અને આર્થિક વૃદ્ધિને સરળ બનાવવા માટે સક્રિય પગલાં લીધાં છે. દિલ્હી સરકારનો ઉદ્દેશ્ય વધુને વધુ રોજગારીની તકો ઊભી કરવાનો, કામદારોના હિતોનું રક્ષણ કરવાનો અને નવા વ્યાપારી અરજદારોને દિવસના 24 કલાક કામ કરવાની મંજૂરી આપીને દિલ્હીના અર્થતંત્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
આ વિકાસથી વ્યવસાયો અને ઉપભોક્તા બંને પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે. દિલ્હીના રહેવાસીઓને પણ વેપારીઓને લાંબા સમય સુધી કામ કરવાની મંજૂરી આપીને સુવિધા આપવામાં આવશે અને તેઓ દિવસના 24 કલાક આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરી શકશે.
દિલ્હી સરકારે દિલ્હી શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1954ની કલમ 14, 15 અને 16 હેઠળ અરજદારોને મુક્તિ આપી છે. આ કલમો હેઠળ નાઇટ શિફ્ટમાં કર્મચારીઓને રાખવા પર પ્રતિબંધ હતો. આ સાથે ઓફિસો ખોલવા અને બંધ કરવા સંબંધિત નિયમો અને વ્યાપારી સંસ્થાઓ માટે સમયગાળો અને રજાઓના નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તક્ષેપ બાદ હવે દિલ્હી સરકારમાં ઇન્સ્પેક્ટર રાજ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે અને સમગ્ર એપ્લિકેશન પ્રક્રિયાને ડિજિટલાઈઝ કરવામાં આવી છે.
વેપારીઓએ હવે સરકારી કચેરીઓની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં, તેમની અરજી સબમિટ કર્યાના ચાર અઠવાડિયામાં વેરિફિકેશન અને ઓનસાઇટ નિરીક્ષણ કરવામાં આવશે. દિલ્હીમાં ફેસલેસ સેવાઓ જેવા વહીવટી સુધારા લાવવાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મિશનને અનુરૂપ આ પગલું લેવામાં આવ્યું છે.
આ અગાઉ દિલ્હીમાં ફેસલેસ સેવા પહેલ હેઠળ, દિલ્હીમાં આરટીઓ કચેરીની જરૂરિયાતને દૂર કરીને પરિવહન વિભાગને સંપૂર્ણ રીતે ડિજીટલ કરવામાં આવ્યું છે. આ પહેલ બાદ સરકારે દિલ્હીના લાખો નાગરિકોને ઘરે બેસીને RTO સેવાઓ પૂરી પાડી છે.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સૂચના પર દિલ્હીમાં આ સંસ્થાઓને 24-કલાક ચલાવવાની મંજૂરી આપવાનો નિર્ણય એ દિલ્હીમાં વ્યવસાય અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.
આ ઉપરાંત તે એ પણ દર્શાવે છે કે, દિલ્હીમાં વેપાર કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જો કોઈ અરજી જરૂરી મંજૂરી મેળવવામાં નિષ્ફળ જાય તો પણ, સરકાર અરજદારને માર્ગદર્શિકા મુજબ ખામીઓ સુધારવા અને ફરીથી મંજૂરી મેળવવાની તક આપે છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
