વકીલ-પોલિસ વિવાદઃ પોલિસની બધી માંગો સ્વીકારી, 10 કલાક બાદ ધરણા ખતમ

દિલ્લીની તીસ હજારી કોર્ટની બહાર 2 નવેમ્બરે પોલિસ અને વકીલો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ગરમાયેલો મામલો હવે ઉકેલાઈ રહ્યો છે.

દિલ્લીની તીસ હજારી કોર્ટની બહાર 2 નવેમ્બરે પોલિસ અને વકીલો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ગરમાયેલો મામલો હવે ઉકેલાઈ રહ્યો છે. મીડિયો રિપોર્ટ્સ મુજબ દિલ્લી પોલિસના જવાનોએ પોતાના ધરણા પ્રદર્શન ખતમ કરી દીધા છે. આ સાથે પોલિસના મોટા અધિકારીઓએ તેમની માંગો માની લીધી છે. દિલ્લી પોલિસના જોઈન્ટ કમિશ્નર દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે પોલિસકર્મીઓને ન્યાયનો ભરોસો આપીને તેમને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે મારપીટના આરોપી વકીલો સામે ઉચિત કાર્યવાહી થશે અને ઘાયલ પોલિસકર્મીઓનો સર્વશ્રેષ્ઠ ઈલાજ થશે. જણાવવામાં આવી રહ્યુ છે કે હવે પોલિસકર્મી ઈન્ડિયા ગેટ પર ભેગા થઈ રહ્યા છે.

delhi

દિલ્લી પોલિસના સ્પેશિયલ કમિશ્નર સતીષ ગોલ્ચાએ ધરણા આપી રહેલા પોલિસકર્મીઓને આશ્વાસન આપ્યુ છે કે તીસ હજારી વિવાદમાં ઘાયલ થયેલા બધા પોલિસકર્મીઓને ઓછામાં ઓછા 25 હજારનુ વળતર આપવામાં આવશે. હું તમને બધાને અનુરોધ કરુ છુ કે તમે પોતાના કામ પર પાછા આવી જાવ. આ દરમિયાન પોલિસ કમિશ્નર તરફથી જવાનોને પ્રદર્શન પાછુ લેવાની માંગ કરવામાં આવી છે પરંતુ જવાન છે કે પાછુ હટવાનુ નામ નથી લઈ રહ્યા.

સ્પેશિયલ પોલિસ કમિશ્નર આર એસ કૃષ્ણાએ પ્રદર્શન કરી રહેલા પોલિસકર્મીઓને ઘરે જવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે તમારી માંગો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં જે પણ પોલિસકર્મી ઘાયલ થયા છે, તેમનો ઈલાજ દિલ્લી પોલિસ કરાવશે. સાથે જ ઘાયલોને 25 હજાર રૂપિયાનુ વળતર આપવામાં આવશે. છેલ્લા 10માંથી 6 સીનિયર અધિકારી તરપથી પ્રદર્શન ખતમ કરવાની અપીલ કરવામાં આવી છે.

આ બાબતે ગૃહ સચિવ અજય ભલ્લા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે. તેમણે પોલિસ અને વકીલો વચ્ચે હિંસક ઝડપ મામલે માહિતી અમિત શાહને આપી છે. સાથે દિલ્લી પોલિસ મુખ્યાલય પર ચાલી રહેલ પ્રદર્શથી પણ માહિતગાર કરાવ્યા છે. વળી, હેડક્વાર્ટર પર પ્રદર્શન કરી રહેલ એક પોલિસકર્મી બેભાન થયો જેની હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X