રાહુલ ગાંધીના ઘરે પહોંચી દિલ્હી પોલીસ, જાણો શું છે પુરો મામલો?
રાહુલ ગાંધીએ એક નિવેદનમાં એક બળાત્કાર પીડિતાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે ખુલાસો પણ માંગ્યો હતો. હવે આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હી : રાહુલ ગાંધીના એક નિવેદને તેમની મુશ્કેલી વધારી છે. હવે દિલ્હી પોલીસ રાહુલ ગાંધીના ઘરે પહોંચી છે. રાહુલ ગાંધીએ એક નિવેદનમાં એક બળાત્કાર પીડિતાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે ખુલાસો પણ માંગ્યો હતો. હવે આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, અમિત શાહના આદેશ વિના પોલીસ રાષ્ટ્રીય નેતાના ઘરમાં બિનજરૂરી રીતે ઘૂસવાની આટલી હિંમત ન કરી શકે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને નોટિસ મળી છે અને તેનો જવાબ આપશે પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ.

આ મુદ્દે પત્રકારો સાથે વાત કરતા દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યુ કે, અમે અહીં તેમની સાથે વાત કરવા આવ્યા છીએ. રાહુલ ગાંધીએ 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે તેઓ મુલાકાત દરમિયાન ઘણી મહિલાઓને મળ્યા હતા અને તેઓએ તેમને કહ્યું હતું કે તેમની સાથે બળાત્કાર થયો છે. અમે તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી પીડિતાને ન્યાય મળી શકે.
અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં હજુ પણ મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને મીડિયા તેના વિશે બોલતું નથી. રાહુલ ગાંધીએ બે મહિલાઓના દર્દ શેર કરતા કહ્યું હતું કે તેમની સાથે સામૂહિક બળાત્કાર થયો છે. અહીં રાહુલ ગાંધીએ આ ઘટનાની પોલીસને જાણ કરવાનું સૂચન કર્યું હતું. જો કે લગ્નને લઈને તેને અનિચ્છા અનુભવી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે, તેમણે કોંગ્રેસના નેતાને તેના સત્તાવાર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા પોસ્ટને પગલે નોટિસ જારી કરી છે.












Click it and Unblock the Notifications
