For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકલા ડ્રાઈવ કરતી વખતે પણ શું માસ્ક પહેરવુ જરૂરી છે?

એકલા ડ્રાઈવ કરતી વખતે પણ શું માસ્ક પહેરવુ જરૂરી છે? તે વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શું કહ્યુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સાથે જોડાયેલા આંકડા જારી કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટ કર્યુ કે તેમના તરફથી આવી કોઈ ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી જેમાં કહેવામાં આવ્યુ હોય કે જો તમે એકલા પોતાની કાર ડ્રાઈવ કરી રહ્યા હોય તો પણ માસ્ક પહેરવુ અનિવાર્ય છે અને આમ ન કરવા પર મેમો ફાડવામાં આવશે. જો કે દિલ્લીમાં આવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યારે પોલિસે પોતાની કારમાં એકલા ડ્રાઈવિંગ કરતા માસ્ક ન પહેરવા પર લોકોના મેમો ફાડ્યા હોય. આરોગ્ય મંત્રાલય તરફથી નિવેદન આવ્યા બાદ હવે દિલ્લી પોલિસની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

car

'DDMA ની ગાઈડલાઈનના આધારે ફાડી રહ્યા છે મેમો'

એચટીના સમાચાર મુજબ આરોગ્ય મંત્રાલયના નિવેદન વિશે જ્યારે દિલ્લી પોલિસના એક વરિષ્ઠ અધિકારી સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી તે દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણ(DDMA) તરફથી 13 જૂને જારી કરવામાં આવેલ દિશા-નિર્દેશનુ પાલન કરી રહ્યા છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થાને ફેસ માસ્ક ન પહેરે તો તેણે દંડ રૂપે 500 રૂપિયા આપવા પડશે.

'હજુ સુધી કોઈ લેખિત આદેશ નથી મળ્યો'

દિલ્લી પોલિસના અધિકારીએ આગળ જણાવ્યુ, 'એક કાર સાર્વજનિક સ્થળોએ અવર-જવર કરે છે માટે પોલિસ ચાલકના માસ્ક ન પહેરવા પર દંડ ફટકારી રહી છે. આવી સ્થિતિમાં એક સબ ઈન્સ્પેક્ટર કે તેનાથી ઉપરના કોઈ પણ રેન્કના અધિકારી દંડ વસૂલી શકે છે. અમને મેમો ન ફાડવા વિશે હજુ સુધી કોઈ લેખિત આદેશ મળ્યો નથી. જેવી અમને નવી ગાઈડલાઈન મળશે, અમે લોકો તેનુ પાલન શરૂ કરી દઈશુ.'

'ગ્રુપમાં ફરતા હોય તો માસ્ક પહેરવુ જરૂરી'

તમને જણાવી દઈએ કે ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સ્પષ્ટતા કરીને જણાવ્યુ કે તેમના તરફથી આવા કોઈ નિર્દેશ જારી કરવામાં આવ્યા નથી જેમાં કહેવામાં આવ્યુ હોય કે ગાડીમાં એકલા સફર કરતા હોય તો પણ માસ્ક પહેરવુ અનિવાર્ય છે. રાજેશ ભૂષણે જણાવ્યુ કે જો તમે ગ્રુપમાં સવારના સમયે સાઈકલ ચલાવી રહ્યા હોય કે ગ્રુપમાં ફરી રહ્યા હોય તો માસ્ક પહેરવુ ખૂબ જરૂરી છે. જો કે જો એકલા સાઈકલિંગ કરી રહ્યા હોય તો માસ્ક પહેરવા અંગે આરોગ્ય મંત્રાલય તરફથી કોઈ ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી.

NEET-JEE Exam: આજે સુપ્રીમ કોર્ટમાં થશે મહત્વની સુનાવણી, આ 6 રાજ્યો કરી રહ્યા છે વિરોધNEET-JEE Exam: આજે સુપ્રીમ કોર્ટમાં થશે મહત્વની સુનાવણી, આ 6 રાજ્યો કરી રહ્યા છે વિરોધ

English summary
Delhi Police Response On To Apply Mask While Driving Alone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X