For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમાત સાથે જોડાયેલા 83 વિદેશી નાગરિકો સામે ચાર્જશીટ દાખલ કરશે દિલ્હી પોલીસ

જમાત સાથે જોડાયેલા 83 વિદેશી નાગરિકો સામે ચાર્જશીટ દાખલ કરશે દિલ્હી પોલીસ

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં જ્યારે કરના વાયરસના સંક્રમણની શરૂઆત થઈ હતી ત્યારે સંક્રમણ ફેલાવવામાં સૌથી મોટું યુગદાન તબલીગી જમાતના લોકોનું હતું, જેમણે જમાતમાં સામેલ થયા બાદ દેશના વિવિધ ભાગોમાં વાયરસને ફેલાવવાનું કામ કર્યું હતું. હવે જ્યારે જમાતના તમામ લોકોને ટ્રેસ કરી લેવામાં આ્યા છે અને તેમનો ઈલાજ કરી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે ત્યારે દિલ્હી પોલીસ આ લોકો વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી કરી રહી છે. સૂત્રો મુજબ દિલ્હી પોલીસ 83 વિદેશી નાગરિકો વિરુદ્ધ દિલ્હીની સાકેત કોર્ટમાં 20 ચાર્જશીટ ફાઈલ કરવાની તૈયારી કરી રહી છે, જેમનું કનેક્શન તબલીગી જમાત સાથે છે.

મૌલાના સા વિરુદ્ધ કાર્યવાહી

મૌલાના સા વિરુદ્ધ કાર્યવાહી

અગાઉ તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચની ટીમે મોટી કાર્યવાહી કરતા તેમના દીકરા મોહમ્મદ સઈદનો પાસપોર્ટ સીઝ કરી લીધો હતો. આ ઉપરાંત મૌલાના સાદના નજીકના 5 વ્યક્તિઓના પાસપોર્ટ પણ જપ્ત કરી લીધા હતા. જાણકારી મુજબ આ તમામ લોકો મરકજના પ્રબંધન સાથે જોડાયેલા હતા. ક્રાઈમ બ્રાંચની આ કાર્યવાહી બાદ આ લોકોનું દેશ છોડી ભાગી જવું શક્ય નથી. હાલના કેટલાક દિવસોથી ક્રાઈમ બ્રાંચે મરકજ અને મૌલાના સાદ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. આની સાથે જ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવેલા જમાતિઓને નોટિસ આપી તેમના પાસપોર્ટ, વીજા અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ક્રાઈમ બ્રાંચે 816 વિદેશી જમાતિઓને નોટિસ મોકલી તેમની પૂછપરછ કરી રહી છે.

ડૉ હર્ષવર્ધને જવાબદાર ઠેરવ્યા હતા

ડૉ હર્ષવર્ધને જવાબદાર ઠેરવ્યા હતા

હાલમાં જ દેશમાં માર્ચ મહિના દરમિયાન મોટી સંખ્યામાં આવેલા કોરોનાના મામલાને લઈ સ્વાસ્થ્યમંત્રી ડૉ હર્ષવર્ધને ફરી એકવાર તબલીગી જમાતને જવાબદાર ઠેરવ્યું હતું. રવિવારે એક બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે તબલીગી જમાતના કારણે દેશમાં કોરોનાના મામલા વધ્યા છે, પરંતુ તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે આ વાત જૂની થઈ ગઈ છે. જણાવી દઈએ કે ભાજપના સાંસદ અને પ્રવક્તા બીવીએલ નરસિમ્હા રાવે સવલ પૂછ્યો હતો કે શું તબલીગી જમાતથી ભારતમાં કોરોના વધ્યો છે?

કેટલાય રાજ્યોમાં મામલા વધ્યા

કેટલાય રાજ્યોમાં મામલા વધ્યા

ભાજપી સાંસદ અને પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ સાથે સંવાદમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે આના પર બહુ ચર્ચા થઈ, કહે છે કે દુખ પણ થાય છે કે માર્ચમાં જ્યારે દુનિયામાં તેજીથી સંક્રમણ ફેલાઈ રહ્યું હતું ત્યારે ભારતમાં કેરની સંખ્યા મામૂલી હતી. એ સમયે આ બિન જવાબદારીવાળું કામ થયું. આ ઘટના એ સમયની છે જ્યારે 10-15 લોકોને એક જગ્યાએ એકઠા થવા પર પ્તિબંધ હતો, ત્યારે વિશ્વના 10-15 દેશના હજારો લોકો એકઠા થયા. જે બાદ તેઓ દેશના કેટલાય ભાગમાં ફેલાઈ ગયા. તેમના કારણે દેશના કેટલાય રાજ્યોમાં કોરનાના મામલ વધ્યા છે.

અનુશસનનું પાલન કરવું જોઈએ

અનુશસનનું પાલન કરવું જોઈએ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે આ મામલાથી નિપટવા માટે કેટલાય રાજ્યો અને ગૃહ મંત્રીએ મદદ કરી અને અમે તેને કંટ્રોલ કરવામાં સફળ થયા. પરંતુ આજે તેની ચર્ચાની જરૂરત નથી. અમે એવા લોકોનો ઈલાજ કર્યો અને ક્વોરેન્ટાઇન કર્યા. 28 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રાખ્યા બાદ અમે ખુદ તેમને તેમના ઘરે રવાના કર્યા છે. આપણે અનુશસનનું પાલન કરવું જઈએ.

પ્રેમિકાની હત્યા છૂપાવવા માટે 9 લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યાપ્રેમિકાની હત્યા છૂપાવવા માટે 9 લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા

English summary
Delhi Police to file chargesheet against 83 foreign nationals linked to Jamaat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X