Delhi Pollution: દિલ્લી-એનસીઆરમાં 80% પરિવાર ઝેરી પ્રદૂષિત હવાથી બિમારઃ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
દિલ્લી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ સંબંધિત એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે.
Delhi Pollution: દિલ્લી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ સંબંધિત એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. જે મુજબ દિલ્લી-એનસીઆરમાં છેલ્લા અમુક સપ્તાહોમાં 80 ટકા પરિવારોમાં ઓછામાં ઓછી વ્યક્તિ વાયુ પ્રદૂષણ સંબંધિત બિમારીઓનો સામનો કરી રહી છે. આ સર્વે સામુદાયિક સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ લોકલસર્કલ દ્વારા રવિવારે કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્લી-એનસીઆરમાં હવાની ગુણવત્તા હાલમાં અત્યંત ખરાબ અને ગંભીર શ્રેણીની વચ્ચે છે. ઝેરી હવા આરોગ્ય માટે ગંભીર જોખમો પેદા કરી રહી છે. લોકોને અસ્થમા, લંગ કેન્સર, આંખોમાં બળતરા-સોજો, શ્વાસ લેવામાં મુશ્કેલી, હાર્ટ સ્ટ્રોક જેવી બિમારીઓ થઈ રહી છે.

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે લગભગ 18 ટકા લોકોએ લોકોએ માહિતી આપી છે કે તેમના પરિવારનો કોઈને કોઈ સભ્ય ઝેરી પ્રદૂષિત હવાને કારણે પહેલેથી જ ડૉક્ટર પાસે અથવા હૉસ્પિટલમાં જઈ ચૂક્યો છે. લગભગ 22 ટકા લોકોએ કહ્યુ કે તેમના પરિવારના એક અથવા વધુ સભ્યોએ પહેલાથી જ ડૉક્ટર સાથે વાત કરી હતી કે આ સ્થિતિમાં શું કરવુ. આ સર્વે 8,097 લોકો પર કરવામાં આવ્યો હતો. જેમાંથી 69 ટકા લોકોએ કહ્યુ હતુ કે તેમને ગળામાં ખારાશ, ખાંસીનો અનુભવ થાય છે.
સર્વે મુજબ 56 ટકા લોકોએ આંખોમાં બળતરાની ફરિયાદ કરી હતી. 50 ટકા લોકોએ વહેતા નાકની ફરિયાદ કરી. 44 ટકા લોકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે અને અસ્થમાથી પીડિત છે. 44 ટકા લોકોને ઊંઘમાં તકલીફ થઈ રહી છે. 31 ટકા લોકો ચિંતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે. લોકલસર્કલના સ્થાપક સચિન ટાપરિયાએ જણાવ્યુ હતુ કે, 'દિલ્લી-એનસીઆરમાં પાંચમાંથી ચાર પરિવારોમાં અમુક સભ્યો પ્રદૂષણ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે.'












Click it and Unblock the Notifications
