
સત્યેન્દ્ર જૈને કહ્યુ - દિલ્લીને મળી રહી છે માત્ર અડધી વિજળી, બ્લેક આઉટ પણ થઈ શકે છે
નવી દિલ્લીઃ દિલ્લીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કોલસાની અછત અને વિજળી સંકટને લઈને કહ્યુ છે કે મુશ્કેલ સ્થિતિ છે અને જો કેન્દ્રએ આ મામલો ન સંભાળ્યો તો મુશ્કેલી સર્જાઈ શકે છે. જૈને દિલ્લીમાં બ્લેક આઉટની સંભાવનાથી પણ ઈનકાર કર્યો નથી. તેમણે કહ્યુ કે બ્લેક આઉટ તેના પર નિર્ભર છે કે કેન્દ્ર સરકાર વિજળી આપશે કે નહિ. જ્યાં સુધી વિજળી આપતા રહેશે ત્યાં સુધી બ્લેક આઉટ નહિ થાય. જો સપ્લાય અટકી તો બ્લેક આઉટ થશે.
જૈને કહ્યુ કે કેન્દ્ર તરફથી દિલ્લીને અત્યારે અડધી વિજળી મળી રહી છે. અમે મોંઘી વિજળી ખરીદીને લોકોને આપી રહ્યા છે. કેન્દ્રએ દેશના બધા પ્લાન્ટનુ ઉત્પાદન એકસાથે અડધુ કરી દીધુ. તેમણે કહ્યુ કે દિલ્લીમાં કોઈ કોલસા વિજળી પ્લાન્ટ નથી. અમે બીજા રાજ્યોમાં સ્થિત કોલસા પ્લાન્ટમાંથી વિજળી ખરીદીએ છીએ. એનટીપીસીએ પોતાના બધા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતાને અડધી કરી દીધી છે. દિલ્લીને અડધી જ વિજળી મળી રહી છે. આના બે કારણ હોઈ શકે છે - કોલસાની અછત છે અથવા કેન્દ્રએ તેમને આમ કરવા માટે કહ્યુ છે.
સત્યેન્દ્ર જૈને કેન્દ્રને વિજળી મુદ્દાને જલ્દી ઉકેલવાની અપીલ કરીને કહ્યુ કે એનટીપીસી પાસેથી દિલ્લીને લગભગ ચાર હજાર મેગાવૉટ વિજળી મળતી હતી પરંતુ હજુ આનાથી અડધી વિજળી પણ નથી મળી રહી. આ ચિંતાની વાત છે. આખા દેશમાં વિજળીનુ સંકટ છે. કેન્દ્રના દાવા પર સવાલ ઉઠાવીને જૈને કહ્યુ કે જો વિજળીનુ સંકટ ન હોય તો વિજળી કાપ કેમ થઈ રહ્યો છે. જો કેન્દ્ર સરકાર કહી રહી હોય કે વિજળીનુ સંકટ નથી તો દેશના અલગ-અલગ મુખ્યમંત્રી આ મુદ્દે પ્રધાનમંત્રીને પત્ર કેમ લખી રહ્યા છે.
કેન્દ્રમાં સતત ચાલી રહી છે બેઠકો
કોલસા સંકટના કારણે વિજળી આપૂર્તિની અછતને લઈને કેન્દ્રના અલગ-અલગ મંત્રાલયોમાં પણ બેઠકો ચાલી રહી છે. આજે પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) વિજળી સંકટની સંભાવનાઓ પર એક સમીક્ષા બેઠક આયોજિત કરી રહ્યા છે. સોમવારે ગૃહમંત્રી અમિત શાહે આને લઈને ઉર્જા મંત્રી આરકે સિંહ, કોલસા મંત્રી પ્રહલાદ જોશી સાથે કોલસા અને વિજળી મંત્રાલયોના પ્રભારી સાથે બેઠક કરી હતી.
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના ચરણજીત ચન્ની સહિત ઘણા મુખ્યમંત્રીઓએ કેન્દ્રને આ અંગે એક પત્ર લખ્યો છે કારણકે વિજળીની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે અને રાજ્યોને કોલસાની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદીના હસ્તક્ષેપનો આગ્રહ કર્યો છે.