For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં ઠંડીનો કહેર, તૂટ્યો 118 વર્ષનો રેકોર્ડ, પારો 2.4 ડિગ્રી સુધી ગગડ્યો

સમગ્ર ઉત્તર ભારત હાલમાં કડકાની ઠંડી અને શીત લહેરની ચપેટમા છે. શીત લહેર અને ધૂમ્મસની માર સહન કરી રહેલ રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારતમાં પારો ગગડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

સમગ્ર ઉત્તર ભારત હાલમાં કડકાની ઠંડી અને શીત લહેરની ચપેટમા છે. શીત લહેર અને ધૂમ્મસની માર સહન કરી રહેલ રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારતમાં પારો ગગડી રહ્યો છે. દિલ્લીમાં પણ કડાકાની ઠંડી પડી રહી છે. શનિવારે દિલ્લીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 118 વર્ષમાં બીજી વાર ડિસેમ્બરમાં દિલ્લીમાં આ રીતની ઠંડી પડી છે.

દિલ્લીમાં તાપમાન ઘટીને 2.4 સુધી પહોંચ્યુ

દિલ્લીમાં તાપમાન ઘટીને 2.4 સુધી પહોંચ્યુ

આ પહેલા દિલ્લીમાં 1997માં આ રીતની ઠંડી પડી હતી. દિલ્લીમાં ગઈ રાતે લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. વળી, શનિવારની સવારે 6.10 વાગે તાપમાન 2.4 નોંધવામાં આવ્યુ. દિલ્લી ઉપરાંત નોઈડા, ગુરુગ્રામમાં પણ ઠંડીને કહેર ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં લોકોને શીત લહેર અને ગાઢ ધૂમ્મસનો સામનો કરવો પડશે.

આવનારા દિવસોમાં પણ વધશે ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બર 1 અને 2 જાન્યુઆરીના રોજ પંજાબ, રાજસ્થાન, દિલ્લી, હરિયાણા, યુપી અને ઉત્તરાખંડના અમુક ભાગોમાં વરસાદ પણ થઈ શકે છે. જેનાથી તાપમાનમાં જોરદાર ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1997 બાદ દિલ્લીમાં ડિસેમ્બરના મહિનામાં લાંબા સમયવાળા ઠંડા દિવસ રેકોર્ડ કરવામાં આવ્યા છે. શનિવારે ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી બહુ જ ઓછી છે.

આ પણ વાંચોઃ NPR પર BJPનો પ્રહાર - 2019ના સૌથી મોટા લાયર ઑફ ધ યર છે રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ NPR પર BJPનો પ્રહાર - 2019ના સૌથી મોટા લાયર ઑફ ધ યર છે રાહુલ ગાંધી

સમગ્ર ઉત્તર ભારતમાં કડાકાની ઠંડીની ચપેટમાં

સમગ્ર ઉત્તર ભારતમાં કડાકાની ઠંડીની ચપેટમાં

ધૂમ્મસની ખરાબ અસર એર અને ટ્રેન વાહન વ્યવહાર પર પણ પડી છે. ઠંડીના કારણે ઘણી ફ્લાઈટો પોતાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. વળી, ઘણા વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પારો ઘટવાના કારણે ઠંડી પણ ઘણી વધી ચૂકી છે. કાલે રાજધાનીનુ લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ જ્યારે મહત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યુ કે જે સામાન્યથી સાત ડિગ્રી સેલ્સિયસ ઓછુ હતુ. દિલ્લી ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડમાં પણ કડાકાની ઠંડી પડી રહી છે.

English summary
Delhi Records year's Coldest Day, Temperature Drops To 2.4 Degrees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X