For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં મળ્યો ઓમિક્રૉનનો બીજો દર્દી, લાગી ચૂક્યો છે વેક્સીનનો બીજો ડોઝ

શમાં ઓમિક્રૉનથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં ઓમિક્રૉનથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ રાજધાની દિલ્લીમાં પણ ઓમિક્રૉનનો બીજો દર્દી સામે આવ્યો છે. ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાની યાત્રા કરીને દિલ્લી પાછો આવેલો એક વ્યક્તિ ઓમિક્રૉનથી સંક્રમિત જોવા મળ્યો છે. આ દર્દીને દિલ્લીની LNJP હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ દર્દીને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા છે. આ માહિતી દિલ્લી સરકારના એક અધિકારી તરફથી આપવામાં આવી છે.

delhi

દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા થઈ 33

દિલ્લીમાં મળેલ નવા દર્દી બાદ દેશમાં ઓમિક્રૉનથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 33 થઈ ગઈ છે. ઓમિક્રૉનના સૌથી વધુ દર્દી મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક અને પછી દિલ્લીમાં ઓમિક્રૉનના દર્દી અત્યાર સુધી સામે આવ્યા છે.

કાલે મહારાષ્ટ્રમાં મળ્યા હતા 7 દર્દી

મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રૉનના 7 નવા દર્દી મળવાથી રાજ્યમાં હડકંપ મચી ગયો છે. જે બાદ રાજ્ય સરકારે મુંબઈમાં કલમ 144 લગાવી દીધી છે. ચોંકાવનારી વાત એ છે કે ધારાવીની અંદર ઓમિક્રૉનનો દર્દી સામે આવ્યો હતો. આ ઉપરાંત એક બાળકમાં પણ ઓમિક્રૉનનુ સંક્રમણ મળ્યુ હતુ.

ફેસ માસ્કના ઘટતા ઉપયોગથી વધી રહી છે ઓમિક્રૉનના કેસ

શુક્રવારે કેન્દ્રએ ઓમિક્રૉનના કેસો વધવા દરમિયાન દેસભરમાં ફેસ માસ્કના ઉપયોગમાં ઘટાડા અંગે ચેતવણી આપી છે. નીતિ આયોગના સભ્ય(આરોગ્ય) ડૉ. વીકે પૉલે કહ્યુ હતુ કે લોકો જોખમ ભરેલા કામ કરી રહ્યા છે. તેમણે એ વાત પર જોર આપીને કહ્યુ કે કોરોના વાયરસ બિમારી(કોવિડ-19) થી સુરક્ષા માટે માસ્ક અને રસી બંને મહત્વપૂર્ણ છે.

English summary
Delhi reports second case of Omicron variant, second dose has been taken
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X