લાલુ યાદવની AIIMS માંથી છુટ્ટી, મને કઈ થશે તો મોદી જવાબદાર

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને સોમવારે બપોરે દિલ્હી એમ્સમાંથી રજા આપી દેવામાં આવી છે.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને સોમવારે બપોરે દિલ્હી એમ્સમાંથી રજા આપી દેવામાં આવી છે. લાલુ પ્રસાદ યાદવે એમ્સ ને પત્ર લખીને પોતાની બીમારીઓ અંગે લિસ્ટ આપતા તેમને રાંચી શિફ્ટ નહીં કરવા માટે માંગ કરી હતી. પરંતુ હોસ્પિટલે તેમની માંગ માની નહીં અને તેમને ડિસ્ચાર્જ કરી દીધા. ડિસ્ચાર્જ થયા પછી લાલુ યાદવે કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું કે પીએમ મોદીના દબાવમાં એમ્સ તેમને ડિસ્ચાર્જ કરી રહ્યું છે.

મારા માટે મુશ્કિલ સમય પરંતુ સામનો કરીશ

મારા માટે મુશ્કિલ સમય પરંતુ સામનો કરીશ

લાલુ યાદવે કહ્યું કે ખુબ જ અન્યાય થઇ રહ્યો છે. લાલુ યાદવની તબિયતને વધુ ખરાબ કરવાનું ષડયંત્ર છે. મને એવી જગ્યા પર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે જ્યાં ઉપચાર માટે કોઈ જ સુવિધા નથી. આ સમય મારા માટે મુશ્કિલ છે પરંતુ હું તેનો સામનો કરીશ. આ બધું જ પીએમ મોદીના દબાવમાં કરવામાં આવી રહ્યું છે. જો મને કોઈ પણ થયું તો તેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર હશે.

એમ્સ ઘ્વારા જલ્દીમાં નિર્ણય લેવામાં આવ્યો

એમ્સ ઘ્વારા જલ્દીમાં નિર્ણય લેવામાં આવ્યો

લાલુ યાદવને ડિસ્ચાર્જ કરવા પર તેમના દીકરા તેજસ્વી યાદવે પોતાની નારાજગી દર્શાવી છે. તેજસ્વી યાદવે જણાવ્યું કે લાલુ યાદવને એમ્સ માંથી રાંચી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય જલ્દીમાં લેવામાં આવ્યો છે. આટલી જલ્દીમાં લાલુ યાદવને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે તેની પાછળ કયું કારણ છે તે હવે હોસ્પિટલ પ્રશાશન જણાવી શકે છે.

હું ઘણીવાર બાથરૂમમાં પડી પણ ગયો છું

હું ઘણીવાર બાથરૂમમાં પડી પણ ગયો છું

આ પહેલા એમ્સ નિર્દેશનને પત્ર લખીને લાલુ યાદવે જણાવ્યું કે મને જાણકારી આપવામાં આવી છે કે હોસ્પિટલ પ્રશાશન મને ડિસ્ચાર્જ કરવાની તૈયારી કરી રહ્યું છે. મને રાંચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મારી તબિયત હજુ સારી થયી નથી, હું તમને જણાવવા માંગુ છું કે હું હૃદય રોગ, કિડની ઇન્ફેક્શન, સુગર અને બીજી ઘણી બીમારીઓથી પીડિત છું. કમરમાં દર્દ અને વારંવાર ચક્કર આવી જાય છે. હું ઘણીવાર બાથરૂમમાં પણ પડી ગયો છું. મારી બધી જ બીમારીનો ઉપચાર અહીં ચાલી રહ્યો છે. એટલા માટે મને હાલમાં શિફ્ટ ના કરવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X