For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તોફાનના તાંડવ બાદ હવે સતાવશે ગરમી, પારો પહોંચશે 40ને પાર

હવે હવામાન વિભાગે માહિતી આપી છે કે તોફાન હવે લોકોને હેરાન નહિ કરે પરંતુ હવે ગરમી વધશે. વિભાગ મુજબ આજથી જ પૂર્વી ભારતને છોડીને દેશના મોટાભાગના સ્થળોએ હવામાન પણ ગરમ થવા જઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મંગળવારે દેશના ચાર રાજ્યોમાં વાવાઝોડાએ ઘણા ઉત્પાત મચાવ્યો છે જેમાં 60 લોકોના મોત નીપજ્યા છે. વળી, 1 ડઝનથી વધુ લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. પાક અને સંપત્તિને પણ ઘણુ નુકશાન થયુ છે. કમોસમી વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. વળી, હવે હવામાન વિભાગે માહિતી આપી છે કે તોફાન હવે લોકોને હેરાન નહિ કરે પરંતુ હવે ગરમી વધશે. વિભાગ મુજબ આજથી જ પૂર્વી ભારતને છોડીને દેશના મોટાભાગના સ્થળોએ હવામાન પણ ગરમ થવા જઈ રહ્યુ છે અને ક્યાંક ક્યાંક પારો ચાલીસને પાર જ રહેશે.

તોફાનના ઉત્પાત બાદ હવે પ્રકોપ વધશે ગરમીનો

તોફાનના ઉત્પાત બાદ હવે પ્રકોપ વધશે ગરમીનો

જો કે હવામાન વિભાગે આજે પણ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ક્યાંક ક્યાંક 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતી હવાઓની શંકા વ્યક્ત કરી છે અને લોકોને સતર્ક રહેવા માટે કહ્યુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે પહાડી વિસ્તારોમાં આજે પણ હવામાન બગડવાની પૂરેપૂરી સંભાવના છે એટલા માટે આજે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તટીય કર્ણાટક, તમિલવાડુ તેમજ કેરળમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવનો સાથે વરસાદ આવી શકે છે.

ચોમાસુ સામાન્યની નજીક રહેશે

ચોમાસુ સામાન્યની નજીક રહેશે

હવામાન વિભાગે એ પણ કહ્યુ છે કે આ વર્ષે ચોમાસુ સામાન્યની નજીક રહેશે. હવામાન વિભાગે પ્રેસ નોટમાં જણાવ્યુ કે આ વર્ષે સામાન્યથી 96 ટકા વરસાદ થશે.

અલનીનોનો પ્રભાવ ચોમાસા પર નહિ

અલનીનોનો પ્રભાવ ચોમાસા પર નહિ

હવામાન વિભાગે અલનીનો વિશે દુનિયાભરની એજન્સીઓની શંકા ફગાવી દીધી છે. તેણે કહ્યુ છે કે ચોમાસાની સિઝનમાં દેશમાં લાંબા ગાળાની સરેરાશથી 96 ટકા વરસાદ સંભવ છે. હવામાન વિભાગ આગામી અપડેટ જૂનના પહેલા સપ્તાહમાં આપશે.

આ પણ વાંચોઃ તેજસ્વી સૂર્યાએ મતદાન કરી કહ્યુ, દેશના ભલા માટે મતદાન કરોઆ પણ વાંચોઃ તેજસ્વી સૂર્યાએ મતદાન કરી કહ્યુ, દેશના ભલા માટે મતદાન કરો

English summary
According to IMD, the mercury could shoot up by 10 degrees over the next few days and touch 40 degrees Celsius again by Tuesday in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X