For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલ સરકારે લૉન્ચ કર્યુ 'વન દિલ્લી એપ'નુ લેટેસ્ટ વર્ઝન, મળશે આ સુવિધાઓ

દિલ્લી સરકારે 'વન દિલ્લી' એપનુ અપડેટેડ વર્ઝન લૉન્ચ કર્યુ છે. દિલ્લીવાસીઓને બસો વિશે વાસ્તવિક સમયની માહિતી મળશે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી સરકારે 'વન દિલ્લી' એપનુ અપડેટેડ વર્ઝન લૉન્ચ કર્યુ છે. દિલ્લીવાસીઓને બસો વિશે વાસ્તવિક સમયની માહિતી મળશે. લોકો 'વન દિલ્લી' એપ દ્વારા ઈ-ટિકિટ અને દૈનિક પાસ ખરીદી શકે છે. એપ દ્વારા 7300થી વધુ બસો, 500થી વધુ બસ રૂટ, 2200થી વધુ EV ચાર્જરનુ લાઈવ ટ્રેકિંગ કરી શકાય છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે શિક્ષણ અને સ્વાસ્થ્ય બાદ હવે દિલ્લીની ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વર્લ્ડ ક્લાસ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યુ છે. 'વન દિલ્લી' એપ દ્વારા તમે બસોના લાઈવ ટ્રેકિંગ, ટિકિટ બુકિંગ, ડેઈલી પાસ, ફીડબેક, ઈવી ચાર્જર સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.

Kejriwal

પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે કહ્યુ કે હું મુસાફરોને વિનંતી કરુ છું કે તેઓ એપ પર પ્રતિક્રિયા અને ફરિયાદો શેર કરે જેથી અમને જાહેર પરિવહન સેવાઓને સુધારવામાં અમારી મદદ મળી શકે. ડીડીસીના ઉપાધ્યક્ષ જસ્મીન શાહે કહ્યુ કે મને ખુશી છે કે ડીડીસી આ એપના કન્સેપ્ટથી અમલીકરણ સુધીની સમગ્ર પ્રક્રિયાનો એક ભાગ છે. દિલ્લીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોત અને ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ કમિશનના ઉપાધ્યક્ષ જસ્મીન શાહે આજે 'વન દિલ્લી' એપનુ અપડેટેડ વર્ઝન લૉન્ચ કર્યુ. આ એપ Android અને iOS બંને ઉપકરણો પર ઉપલબ્ધ છે. લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કરતા નથી તેનું મુખ્ય કારણ બસ રૂટ વિશેની માહિતીનો અભાવ છે. તેમજ ટ્રાફિક જામના કારણે બસોના સમયપત્રકમાં ફેરફાર પણ એક કારણ છે.

બસ રૂટ અને બસ સ્ટોપની માહિતી- દિલ્લીમાં 500થી વધુ બસ રૂટ પર વ્યક્તિ રિયલ ટાઇમમાં તમામ બસની માહિતી મેળવી શકે છે. તમે આ એપ દ્વારા તમારા નજીકના બસ સ્ટોપને પણ શોધી શકો છો.

ઓનલાઈન ટિકિટ - તમારી સીટની આરામથી આ એપ દ્વારા ઈ-ટિકિટ અથવા દૈનિક પાસ ખરીદો અને ઓનલાઈન બસ ટિકિટ પર 10% છૂટ મેળવો. મહિલા મુસાફરો એપ દ્વારા ફ્રી પિંક ટિકિટ ખરીદી શકે છે.

English summary
Delhi's Kejriwal government launches latest version of 'One Delhi App'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X