દિલ્હી સેવા બિલ 131 મત સાથે રાજ્યસભામાં પસાર, વિરોધમાં 102 મત પડ્યા
કેન્દ્રની નરેન્દ્ર મોદીની દાદાગીરીના પુરાવા સમાન દિલ્હી સેવા બિલ લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયુ છે. આ બિલ પસાર થતા જ હવે અધ્યાદેશમાંથી કાયદો બની ગયો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવતુ આ બિલ કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે મોટા વિવાદનું કારણ છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના પક્ષમાં નિર્ણય આપ્યા બાદ હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તાનાશાહી વલણ અપનાવતા સંસદનો સહારો લઈને અધ્યાદેશ લાવ્યા બાદ હવે સંસદમાં પસાર કરાવ્યુ છે.

દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિગને લઈને દિલ્હી સરકારના અધિકારો ખતમ કરતુ આ બિલ લોકસભા બાદ રાજ્યસભામાં 131 મત સાથે પસાર થઈ ગયુ છે. બીજી તરફ આ બિલમાં 102 મત પડ્યા.
રાજ્યસભામાં મતદાન પહેલા બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલ પર બોલતા કહ્યું કે, અમે આ બિલ કેન્દ્રના હાથમાં સત્તા લાવવા માટે નહીં પરંતુ કેન્દ્રને આપવામાં આવેલી સત્તા પર દિલ્હી યુટી સરકારના અતિક્રમણને કાયદાકીય રીતે રોકવા માટે લાવ્યા છીએ.
જણાવી દઈએ કે, આ પહેલા રાજધાની પ્રદેશ દિલ્હી (સુધારા) બિલ 2023 પર રાજ્યસભામાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે નવા સુધારા બિલને લઈને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર રાજકીય સ્વાર્થને કારણે આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહી છે. શાહે આરોપ લગાવ્યો કે દિલ્હી વિધાનસભાને સૌથી વધુ નુકસાન જો કોઈએ કર્યું છે તો તે કોંગ્રેસ છે.
આ દરમિયાન અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ AAPના ખોળામાં બેઠી છે. આ નિવેદનને લઈને ગૃહમાં હોબાળો થયો હતો અને કોંગ્રેસના સભ્યોએ અમિત શાહના નિવેદનને અસંસદીય ગણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
