
શિયાળુ પ્રકોપઃ ઝાકળને કારણે 21 ટ્રેન લેટ, અહીં થઈ શકે વરસાદ
નવી દિલ્હીઃ શીતલહેર અને ઝાકળમય વાતાવરણ સાથે વર્ષ 2020નું સ્વાગત થયું છે, બુધવારે પણ આખા ઉત્તર ભારતમાં લોકોએ ભીષણ શિયાળાનો સામનો કર્યો, સ્કાઈમેટ મુજબ વર્ષના પહેલા દિવસે જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સ્થળોએ વરસાદ અને હિમવર્ષા થઈ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ છૂટી છવાયી જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે, જેનાથી તાપમાનમાં કમી મહેસૂસ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ યથાવત
જ્યારે ભારતીય હવામાન વિભાગે કહ્યું કે વર્ષના પહેલા દિવસે દિલ્હીના સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રી નોંધાયું છે. ઝાકળના કારણે આજે પણ 21 ટ્રેન મોડી ચાલી રહી ચે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાતમાં આવા જ હાલાત છે. પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં તો કેટલીય જગ્યાએ પારો શૂન્યની નીચે ચાલ્યો ગયો છે.

આગામી દિવસોમાં રાહત મળી શકે છે
જો કે હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીના લોકોને આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે, હવામાન વિભાગ મુજબ આજથી શીતલહેરથી રાહત મળશે અને તાપમાનનો પારો થોડ ઉપર ઉઠવા લાગશે.

અહીં થઈ શકે છે વરસાદ
જ્યારે સ્કાઈમેટ મુજબ આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીરના કેટલાય ભાગો, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. પંજાબમાં પણ ક્યાંક-ક્યાંક વરસાદ થઈ શકે છે. હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હીમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને મધ્ય પ્રદેશના કેટલાય ભાગો, વિદર્ભ, મરાઠાવાડા, તેલંગાણા, ઝારખંડ, ઓરિસ્સા, ઉત્તરી આંતરિક તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
નવા વર્ષના બીજા જ દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલના રેટ પણ વધ્યા