Shraddha Murder Case: 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો આરોપી આફતાબ, જણાવ્યુ કેમ કરી શ્રદ્ધાની હત્યા
લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટૂકડા કરનાર આફતાબ પૂનાવાલાને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
Delhi Shraddha Murder Case: લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટૂકડા કરનાર આફતાબ પૂનાવાલાને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આફતાબે મુંબઈની રહેવાસી શ્રદ્ધાના શરીરના ટૂકડા શહેરની અલગ-અલગ જગ્યાઓ પર ફેંક્યા હતા. એડીસીપી (સાઉથ) અંકિત ચૌહાણે જણાવ્યુ કે મુંબઈથી એક યુવક અને એક યુવતી અહીં આવ્યા હતા. જ્યારે યુવતીના માતા-પિતાની લાંબા સમય સુધી યુવતી સાથે વાત ન થઈ શકી ત્યારે યુવતીના માતા-પિતાએ મુંબઈ પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાંથી તેમને દીકરીનુ આખરી સ્થળ દિલ્લી જાણવા મળ્યુ.

મુંબઈ પોલીસ મહેરૌલી પોલીસ સ્ટેશન પહોંચી, ત્યારબાદ દિલ્લી પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી. અંકિત ચૌહાણે જણાવ્યુ કે બંનેમુંબઈમાં કામ કરતા હતા, છોકરાએ અહીં આવ્યા પછી અહીં કામ કરવાનુ શરૂ કર્યુ. છોકરાની ઓળખ આફતાબ પૂનાવાલા તરીકે થઈ છે. બંનેની મુલાકાત એક ઑનલાઈન ડેટિંગ એપ પર થઈ હતી.
અકિંત ચૌહાણે વધુમાં કહ્યુ કે ધીમે-ધીમે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. ઝઘડા બાદ યુવકનુ માથુ ભમ્યુ અને ગુસ્સામાં તેણે ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ જણાવ્યુ કે તેણે છોકરીના ટુકડા-ટૂકડા કરી દીધા અને તેના ભાગોને નજીકના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા. અમે છોકરાની ધરપકડ કરી લીધી છે અને કાર્યવાહી ચાલુ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
