દિલ્લીઃ યમુનાની સફાઈ માટે STPની વધશે ક્ષમતા, 45થી 70 એમજીડી સુધી કરવાની યોજનાને મળી મંજૂરી

દિલ્લીમાં યમુના નદીની સફાઈ માટે એસટીપીની ક્ષમતા 45થી 70 એમજીડી કરવાની યોજનાને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મંજૂરી આપી દીધી છે.

દિલ્લી સરકારે યમુના વિહાર એસટીપીની ક્ષમતા વધારવા અને વર્ષ 2025 સુધીમાં યમુનાની સફાઈ પૂર્ણ કરવા માટે ખાસ પાઈપલાઈન નાખવાના પ્રોજેક્ટને મંજૂરી આપી. આ અંતર્ગત એસટીપીની ક્ષમતા 45થી વધારીને 70 MGD કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂરો થવા પર પૂર્વ દિલ્લીના લગભગ છ લાખ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત, તે પૂર્વ દિલ્લીની ગટરોમાં ગંદા પાણીના પ્રવાહને ઘટાડવામાં મદદ કરશે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

manish sisodia

સિસોદિયાએ જણાવ્યું કે વિવિધ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવા અને યમુનાને સાફ કરવા માટે તબક્કાવાર કામ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત ટ્રીટેડ પાણીના પુનઃ ઉપયોગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. એસટીપીમાંથી આવતા ટ્રીટેડ પાણી માત્ર યમુનાની સફાઈમાં જ મદદ કરશે નહિ પરંતુ અન્ય વસ્તુઓ માટે પણ ઉપયોગી થશે. આનાથી બાગાયતમાં અને દિલ્લીના તળાવોના કાયાકલ્પમાં મદદ મળશે.

એસટીપીથી યમુના સુધી ખાસ પાઈપલાઈન નાખવામાં આવશે. હાલમાં એક પાઈપલાઈન ત્યાં પહેલેથી જ નાખવામાં આવી છે પરંતુ મર્યાદિત ક્ષમતાને કારણે જલ બોર્ડે બીજી પાઈપલાઈન નાખવાનુ આયોજન કર્યુ છે. તે નાખ્યા પછી વધુ શુદ્ધ પાણી યમુના સુધી પહોંચી શકશે. હાલમાં યમુના વિહાર એસટીપીની ક્ષમતા 45 MGD છે. તેની ક્ષમતા વધાર્યા બાદ પૂર્વ દિલ્લીના ડ્રેન-1માં ગંદુ પાણી નહિ પડે. ડ્રેઇન-1માં વહેણમાં ઘટાડો થવાને કારણે શાહદરા નાળામાં પડતા ગંદા પાણીમાં ઘટાડો થશે. શાહદરા ડ્રેઇન યમુનામાં પ્રદૂષણ ફેલાવતી ચાર મોટી ગટરોમાંની એક છે. આ ઉપરાંત, એસટીપીને આધુનિક ટેક્નોલોજી સાથે અપગ્રેડ કર્યા પછી, ગંદા પાણીનુ જૈવિક ઓક્સિડેશન ડિમાન્ડ (બીઓડી) સ્તર શુદ્ધ કરીને 10 સુધી લાવી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X