For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના વિદ્યાર્થીને ગૂગલે આપી વાર્ષિક 93 લાખ પગારની ઓફર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : દિલ્‍હી ટેક્‍નોલોજિકલ યુનિવર્સિટી (ડીટીયુ)ના ઈતિહાસમાં એક નવું પાનું ઉમેરાયું છે. વર્તમાન સમયમાં જ્યારે અર્થતંત્ર જયારે મંદીના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે દિલ્‍હી ટેક્‍નોલોજિકલ યુનિવર્સિટી કેમ્‍પસના વિદ્યાર્થીઓને નોકરીની આકર્ષક ઓફર મળી રહી છે.

આ વર્ષે આ ઑફરમાં સૌથી મોટી વાર્ષિક પેકેજની ઓફર યુનિવર્સિટીના કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરિંગના વિદ્યાર્થી હિમાંશુ જિંદાલને મળી છે. હિમાંશુંને અમેરિકાની ગૂગલ ઇન્ક તરફથી વાર્ષિક રૂપિયા 93 લાખ (115 હજાર અમેરિકન ડોલર) ઉપરાંત 125 સ્‍ટોક યુનિટ્‍સની આકર્ષક ઓફર મળી છે.

himanshu-jindal-dtu-student

આ ઉપરાંત સોફ્‌ટવેર એન્‍જિનિયરિંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પણ વિવિધ કંપનીઓ તરફથી આકર્ષક સેલરી પેકેજની ઓફર મળી છે. જેના કારણે સંસ્થાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો વધારે થયો છે.

આકર્ષક પેકેજ ઓફર મેળવનારા અન્ય વિદ્યાર્થીઓમાં નિલેશ અગરવાલનો સમાવેશ થાય છે. નિલેશને વાર્ષિક રૂપિયા 70 લાખ (105 હજાર અમેરિકન ડોલર)ની અમેરિકાની સોફ્‌ટવેર કંપની એપીક (ઇપીઆઇસી)ની ઓફર આવી છે. યુનિવર્સિટીનું શિક્ષણસત્ર તારીખ 1 ઓગસ્‍ટથી શરૂ થયું છે અને અત્‍યાર સુધી 40થી વધુ કંપનીઓએ કેમ્‍પસની મુલાકાત લીધી છે.

પ્રથમ મહિનામાં કુલ 265 જેટલી નોકરીની ઓફર આવી છે. ડીટીયુના પ્લેસમેન્ટ અધિકારીના જણાવ્યા મુજબ અત્‍યાર સુધી ચોથા વર્ષના વિદ્યાર્થી જિંદાલને અમેરિકાની ગૂગલ તરફથી સૌથી વધુ રકમના પેકેજની ઓફર મળી છે. આ ઓફરથી સંસ્થાના બીજા અને ખાસ કરીને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધ્યું છે. વૈશ્વિક મંદીની અસર હેઠળ આકર્ષક ઓફર મળતા વિદ્યાર્થીઓની ચિંતા ઘટી છે.

English summary
Delhi Technical University student bags Rs. 93 lakh offer from Google
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X