દિલ્હી: આરોપીએ ફ્લિપકાર્ટ પરથી ખરીદ્યુ હતુ એસિડ, DCWએ કંપનીને મોકલી નોટીસ
દિલ્હીમાં ગઇ કાલે 17 વર્ષની યુવતી પર એશિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે 3 જણને ગિરફ્તાર કર્યા હતા. દિલ્હી મહિલા આયોગે ફ્લિપકાર્ટને નોટીસ મોકલી છે કારણ કે આરોપીઓએ આ એસિડની ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી હતી
પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં ઘરેથી શાળાએ જતી ધોરણ 12ની વિદ્યાર્થીની પર એસિડ એટેકના સંબંધમાં દિલ્હી પોલીસે ફ્લિપકાર્ટને નોટિસ મોકલી છે. દ્વારકામાં 17 વર્ષની યુવતી પર એસિડ ફેંકનાર આરોપીએ કથિત રીતે ફ્લિપકાર્ટ દ્વારા એસિડ ખરીદ્યું હતું. જેના કારણે આ નોટિસ મોકલવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં આ હૃદયદ્રાવક મામલો સામે આવ્યો હતો. તેણી તેના પશ્ચિમ દિલ્હીના ઘરેથી શાળાએ જતી હતી તેની થોડી મિનિટો પછી, મોટરસાયકલ પર સવાર બે માસ્ક પહેરેલા માણસોએ ધોરણ 12 ની વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું, જેનાથી તેણી ગંભીર રીતે ઘાયલ થઈ. મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વિદ્યાર્થિની પર એસિડ ફેંકનાર મુખ્ય આરોપી સચિન અરોરા યુવતી સાથે સંબંધમાં હતો અને ત્રણ મહિના પહેલા બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જે બાદ સોમવારે યુવતી જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે તેના પર એસિડ ફેંકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ફ્લિપકાર્ટ પરથી ઓનલાઈન એસિડ મંગાવ્યુ હતુ.
વિદ્યાર્થીની પર એસિડ એટેકના કેસની નોંધ લેતા દિલ્હી કમિશન ફોર વુમન (DCW) ના વડા સ્વાતિ માલીવાલે ગુરુવારે ઈ-કોમર્સ સાઇટ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટને તેમની સાઇટ્સ પર એસિડના વેચાણ અંગે નોટિસ પાઠવી હતી.
નોટિસમાં સ્વાતિ માલીવાલે સાઇટ્સ પર પ્રશ્ન કર્યો છે કે શા માટે શોપિંગ પ્લેટફોર્મ પર એસિડ ઉપલબ્ધ છે અને શું વેચાણકર્તાનું લાઇસન્સ સાઇટ પર તેમની પ્રોડક્ટ પોસ્ટ કરતા પહેલા ચેક કરવામાં આવ્યું હતું. તેઓએ સાઇટ્સ પર એસિડ વેચવા માટે પ્લેટફોર્મ દ્વારા મેળવેલા લાયસન્સની નકલ પણ માંગી છે.












Click it and Unblock the Notifications
