DU Centenary Ceremony: પીએમ મોદીના આગમન પહેલા જાહેર કરાયા નિર્દેશ, કાળા કપડા સહિત આ વસ્તુઓ પર પ્રતિબંધ
PM Modi Delhi University visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી વર્ષના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના છે. પીએમના આગમનને લઈને વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ડીયુની કોલેજો દ્વારા કેટલીક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકા અનુસાર કાળા કપડાં પહેરવાની મંજૂરી નથી. વળી, સવારે 10થી બપોરના 12 વાગ્યા સુધીના વર્ગમાં હાજર હોવુ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે હંસરાજ કૉલેજ, ડૉ. ભીમરાવ આંબેડકર કૉલેજ અને ઝાકીર હુસૈન દિલ્હી કૉલેજે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઇવેન્ટના લાઇવ ટેલિકાસ્ટમાં ભાગ લેવો ફરજિયાત બનાવ્યો છે.

બુધવારે એક નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેમાં હિન્દુ કોલેજના ઈન્ચાર્જ શિક્ષક મીનુ શ્રીવાસ્તવે સાત મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓને લાઇવ સ્ટ્રીમિંગમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
માર્ગદર્શિકા મુજબ પ્રોગ્રામના લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન તમામ વિદ્યાર્થીઓની હાજરી જરૂરી છે. કોઈપણ ટ્રાફિક ડાયવર્ઝન અથવા મુશ્કેલીને ટાળવા માટે, કોલેજમાં પ્રવેશનો સમય વહેલી સવારે એટલે કે સવારે 8.50થી 9.00 સુધી રાખવામાં આવ્યો છે.
શિક્ષકે કહ્યું કે તમારે તમારું આઈ-કાર્ડ લાવવુ ફરજિયાત છે. તે દિવસે કોઈ કાળા વસ્ત્ર પહેરશે નહીં. વિદ્યાર્થીઓની હાજરી પણ ફરજિયાત છે અને લાઇવ સ્ટ્રીમિંગમાં ભાગ લેવા માટે કોલેજમાં પાંચ હાજરી જમા કરવામાં આવશે. જ્યારે હિંદુ કોલેજના પ્રિન્સિપાલ અંજુ શ્રીવાસ્તવને આ નોટિસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્રશાસને આવી કોઈ નોટિસ જાહેર કરી નથી.
તેમણે પીટીઆઈને કહ્યું કે કંઈક ખોટી રજૂઆત થઈ હોય તેવું લાગે છે. કોલેજ દ્વારા આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી. જોકે, તેમણે એ નિવેદન નકારી કાઢ્યું નહિ કે નોટિસ અસલી છે. શ્રીવાસ્તવે કહ્યું કે મેં વિદ્યાર્થીઓ અને તમામ ફેકલ્ટીને મેઈલ કરીને લાઈવ ટેલિકાસ્ટ વિશે માહિતી આપી છે અને તેમને તેમાં ભાગ લેવા વિનંતી પણ કરી છે.
ડૉ. ભીમરાવ આંબેડકર કોલેજે એક નોટિસમાં જણાવ્યું છે કે આ પ્રસંગે તમામ શિક્ષકો સાથે તેમના વિદ્યાર્થીઓ અને બિન-શિક્ષણ કર્મચારીઓએ કોલેજમાં લાઇવ વેબ પ્રસારણ કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીને વિગતવાર અહેવાલ સુપરત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
