For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Unlock Guidelines: 42 દિવસ બાદ અનલૉક થઈ રહ્યુ છે દિલ્લી, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

દિલ્લીમાં કોરોના વાયરસના ઘટતા કેસો વચ્ચે આજે એટલે કે સોમવારે(31 મે)થી લૉકડાઉનમાં થોડી ઢીલ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરોના વાયરસના ઘટતા કેસો વચ્ચે આજે એટલે કે સોમવારે(31 મે)થી લૉકડાઉનમાં થોડી ઢીલ આપવામાં આવી છે. કોરોના લૉકડાઉનના 42 દિવસો બાદ દિલ્લીમાં આજથી અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે જેમ-જેમ દિલ્લીમાં કોરોના વાયરસની સંખ્યા ઘટશે તેમ અનલૉક તરફ વધતા જઈશુ. અનલૉકના પહેલા ફેઝમાં ફેક્ટરી અને કન્સ્ટ્રક્શન સાઈટો પર કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે દિલ્લી મેટ્રો આ સપ્તાહે પણ બંધ રહેશે. બિન જરૂરી સર્વિસ માટે કોરોના કર્ફ્યુ 7 જૂન સવારે 5 વાગ્યા સુધી પહેલાની જેમ જ ચાલુ રહેશે. આ સપ્તાહે ફેક્ટરી અને કન્સ્ટ્રક્શનના બંધ પડેલા કામોને ખોલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે પરંતુ ત્યાં કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

corona

દિલ્લી અનલૉક ફેઝ 1 - જાણો નવા નિયમો

આ સમગ્ર સપ્તાહ કન્સ્ટ્રક્શ સાઈટ્સ પર કામ કરતા સ્ટાફ અને મજૂરોને જઈને કામ કરવાની મંજૂરી છે. ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મેન્યુફેક્ચરીંગ યુનિટ, પ્રોડક્શન યુનિટમાં કામ શરૂ કરવામાં આવશે. જો કે કર્મચારી અને સ્ટાફને ઈ-પાસ વિના અવર-જવરની અનુમતિ નહિ મળે. કંપનીના માલિકો કે ફેક્ટરીના ઑનરે કર્મચારીઓ અને મજૂરો માટે ઈ-પાસ બનાવવા પડશે. કામ પર એ જ કર્મચારી અને મજૂરો આવશે જેમની તબિયત સારી હશે અને કોઈમાં કોવિડના કોઈ લક્ષણ નહિ હોય. આ અંગેની જવાબદારી માલિકો કે પછી કૉન્ટ્રાક્ટર પાસે હશે. સોશિયલ ડિસ્ટંસીંગને ધ્યાનમાં રાખીને જ સ્ટાફ અને મજૂરોની સંખ્યા નક્કી કરવાની રહેશે.

દિલ્લી અનલૉક ફેઝ 1 ગાઈડલાઈન

- મેન્યુફેક્ચરીંગ યુનિટ, પ્રોડક્શન યુનિટ, જે કન્ટેનમેન્ટ ઝોનની બહાર છે, ત્યાં કામની અનુમતિ હશે પરંતુ આ સ્વીકૃત ઔદ્યોગિક ક્ષેત્ર હોવુ જોઈએ.
- મેન્યુફેક્ચરીંગ અને પ્રોડક્શન યુનિટના માલિક/ઠેકેદાર/કૉન્ટ્રાક્ટર કોરોના નિર્દેશોનુ કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવા માટે જવાબદાર ગણાશે.
- કાર્ય સ્થળે લક્ષણ વિનાના કર્મચારીઓને જ અનુમતિ આપવામાં આવશે.
- કામદારો અને કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટંસીંગ માટે અલગ-અલગ શિફ્ટમાં કામ, કર્મચારીઓના લંચ બ્રેક, કામના કલાકો વગેરેને સુનિશ્ચિત કરવા જોઈએ.
- કાર્ય સ્થળે બધા કર્મચારીઓ દ્વારા કોવિડ ઉપયુક્ત વ્યવહારનુ કડકાઈથી પાલન કરવામાં આવશે. ફેસ માસ્ક પહેરવુ, સામાજિક અંતર જાળવવુ, સાર્વજનિક સ્થળે ન થૂંકવુ, કાર્યસ્થળે પાન, ગુટખા, તમાકુ અને દારુનુ સેવન ન કરવુ.
-બધા પ્રવેશ અને નિકાસ પોઈન્ટ અને સામાન્ય ક્ષેત્રોમાં થર્મલ સ્ક્રીનિંગ, હેન્ડ વૉશ અને સેનિટાઈઝરની જોગવાઈ કરવી જોઈએ.
- સમગ્ર કાર્ય સ્થળ પર સામાન્ય સુવિધાઓ અને માનવ સંપર્કમાં આવતી બધી વસ્તુઓ જેમ કે દરવાજાના હેન્ડલ વગેરેનો વારંવાર સેનિટાઈઝેશન સુનિશ્ચિત કરવામાં આવશે જે દરેક શિફ્ટ બાદ હશે.
- જો નિયમોનુ પાલન કરવામાં નહિ આવે કે પછી કોઈ પ્રકારની કોઈ ફરિયાદ આવી તો મેન્યુફેક્ચરીંગ અને પ્રોડક્શન યુનિટને બંધ કરાવી દેવામાં આવશે. વળી, માલિક/ઠેકેદાર/કૉન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
- બધા જિલ્લા મેજિસ્ટ્રેટ અને તેમના સમકક્ષ જિલ્લા ડીસીપી ઈન ફેક્ટરી અને કન્સ્ટ્રક્શન સાઈટો પર નિયમિત નિરીક્ષણ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે જેથી બધા મજૂરો અને કર્મચારીઓ દ્વારા કોરોના ઉપયુક્ત વ્યવહારનુ પ્રભાવી અનુપાલન સુનિશ્ચિત કરી શકાય.

English summary
Delhi Unlock Guidelines: Delhi to begin unlocking today after 42 days, Check new guidelines here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X