For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી હિંસાઃ 13 એપ્રિલ સુધી સુનાવણી ટળી, ભડકાઉ ભાષણો પર HCએ માંગ્યો 4 સપ્તાહમાં જવાબ

નૉર્થ-ઈસ્ટ દિલ્લીમાં થયેલી હિંસા અંગેની અરજી પર કોર્ટે સુનાવણી 13 એપ્રિલ સુધી ટાળી દીધી. કોર્ટે સમગ્ર કેસમાં કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે.

|
Google Oneindia Gujarati News

નૉર્થ-ઈસ્ટ દિલ્લીમાં થયેલી હિંસા અંગેની અરજી પર ગુરુવારે દિલ્લી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. દિલ્લી પોલિસે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે જવાબ માંગ્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે કોર્ટે ભડકાઉ ભાષણ મામલે કાર્યવાહી કરવા માટે જવાબ માંગ્યો હતો જ્યારે આ નિવેદન 1-2 મહિના પહેલાનુ છે. તુષાર મહેતાએ દિલ્લી હિંસા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ નિવેદનબાજી પર એફઆઈઆર નોંધવાનો વિરોધ કરીને કહ્યુ કે આના માટે હજુ માહોલ અનુકૂળ નથી.

delhi

જો કે અરજીકર્તાના વકીલે તુષાર મહેતાની દલીલોનો વિરોધ કર્યો અને કહ્યુ, ઉત્તર પૂર્વી દિલ્લીમાં હિંસાના વિવિધ કેસોમાં અત્યાર સુધી 48 એફઆઈઆર નોંધવામાં આવી છે. તો હવે એફઆઈઆર કેમ નહિ? અરજીકર્તા તરફથી અન્ય વકીલ કોલીન ગોંઝાલવીસે કહ્યુ કે તે ધરપકડ માટે દબાણ નથી કરી રહ્યા પરંતુ એક એફઆઈઆર તો નોંધો. જો પુરાવા ન મળ્યા તો એફઆઈઆર રદ થઈ શકે છે.

તુષાર મહેતાએ કેન્દ્રને પણ આ કેસમાં એક પક્ષ બનાવવાની માંગ કરી હતી જેનો કોર્ટે સ્વીકાર કરી લીધો. આ કેસમાં કોર્ટે સુનાવણી 13 એપ્રિલ સુધી ટાળી દીધી. કોર્ટે સમગ્ર કેસમાં કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. આ કેસમાં સુનાવણી ચીફ જસ્ટીસ ડીએન પટેલ અને જસ્ટીસ હરશંકરની બેંચે કરી. આ પહેલા જસ્ટીસ મુરલીધર અને જસ્ટીસ તલબંત સિંહેની અદાલતે સુનાવણી કરી હતી.

બુધવારે નૉર્થ-ઈસ્ટ દિલ્લીમાં થયેલી હિંસા અંગેની અરજી પર દિલ્લી હાઈકોર્ટના ભડકાઉ ભાષણો વિશે એફઆઈઆર ના થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે પોલિસને ફટાકર લગાવતા પૂછ્યુ કે હજુ કેટલા મોતની રાહ જોઈ રહ્યા છો? તમે ક્યારે ભડકાઉ વીડિયો મામલે એફઆઈઆર કરશો. અદાલતે પોલિસને કહ્યુ છે કે ભડકાઉ ભાષણ આપનારા નેતાઓ પર એફઆઈઆર થવી જોઈએ.

આ પણ વાંચોઃ દિલ્લી હિંસાઃ મનમોહન સિંહે કહ્યુ - 'રાજધર્મ' માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે રાષ્ટ્રપતિઆ પણ વાંચોઃ દિલ્લી હિંસાઃ મનમોહન સિંહે કહ્યુ - 'રાજધર્મ' માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે રાષ્ટ્રપતિ

English summary
Delhi violence case: Delhi High Court asks Centre to file response in the case, next hearing on april 13
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X