ભાઈએ બહેનને 2 વર્ષથી ઘરમાં કરી કેદ, જમવા માટે 4 દિવસે આપતો 1 રોટલી
દિલ્હીમાં માણસાઈને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. દિલ્હીની મહિલા આયોગની ટીમે રોહિણીમાં એક ઘરમાંથી 50 વર્ષની એક મહિલાને છોડાવી છે જેને તેના ભાઈએ છેલ્લા 2 વર્ષથી ઘરમાં કેદ કરીને રાખી હતી.
દિલ્હીમાં માણસાઈને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. દિલ્હીની મહિલા આયોગની ટીમે રોહિણીમાં એક ઘરમાંથી 50 વર્ષની એક મહિલાને છોડાવી છે જેને તેના ભાઈએ છેલ્લા 2 વર્ષથી ઘરમાં કેદ કરીને રાખી હતી. મહિલા આયોગની ટીમે 50 વર્ષીય મહિલાને ઘરમાંથી બહાર છોડાવી અને પછી તેના ઈલાજ માટે હોસ્પિટલમાં લઈ ગયા છે જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. મહિલા આયોગની ટીમે જ્યારે આ મામલે પૂછપરછ કરી ત્યારે ઘણી ચોંકવાનારી વાતો સામે આવી છે.

મહિલા આયોગને હેલ્પલાઈન પર મળી હતી સૂચના
દિલ્હી મહિલા આયોગને હેલ્પલાઈન નંબર 181 પર સૂચના મળી કે એક મહિલા ઘરમાં કેદ છે. ત્યારબાદ મહિલા આયોગની ટીમ ઘરે પહોંચી. દરવાજો ખખડાવ્યો તો વૃદ્ધ મહિલાની ભાભીએ ગેટ ખોલવાની ના પાડી દીધી. ત્યારબાદ આયોગની ટીમ દિલ્હી પોલિસની સાથે પાડોશીના ધાબા પર થઈને તેના ઘરમાં પહોંચી જ્યાં તે મહિલા ગંદકીની વચ્ચે પડી હતી. મહિલાની હાલત ખૂબ જ ખરાબ હતી. સ્થિતિ એ હતી કે ભૂખમરાના કારણે શરીરમાં હાડકાંનો ઢાંચો માત્ર રહી ગયો છે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મહિલાને ખુલ્લા ધાબા પર જ રાખવામાં આવી હતી.

ભાઈનો દાવો - માનસિક રૂપે ઠીક નથી બહેન
મહિલા આયોગની ટીમને વૃદ્ધ મહિલાના ભાઈએ જણાવ્યુ કે તેમની બહેન માનસિક રીતે ઠીક નથી. પહેલા તે પોતાની મા સાથે તેના ઘરમાં રહેતી હતી પરંતુ મા ના મૃત્યુ બાદ તે નાના ભાઈ સાથે રહેતી હતી. ભાઈએ જણાવ્યુ કે તેનો નાનો ભાઈ તેની બહેનનું વ્યવસ્થિત ધ્યાન નથી રાખતો. વળી, પરિવાર તરફથી તેમની બહેન સાથે અમાનવીય વ્યવહાર પણ કરવામાં આવતો હતો.

જમવા માટે મળતી ચાર દિવસમાં એક રોટલી
વૃદ્ધ મહિલાએ પૂછપરછમાં આયોગને જણાવ્યુ કે છેલ્લા બે વર્ષથી તેને ચાર દિવસમાં એક જ વાર જમવાનું આપવામાં આવતુ હતુ તે પણ માત્ર એક રોટલી. મહિલા આયોગની ફરિયાદ બાદ પોલિસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. મહિલા આયોદે વૃદ્ધાને રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે બધા લોકોને અપીલ કરી છે કે જો તેમની આસપાસ આવી કોઈ ઘટના સામે આવે તો તરત જ આની સૂચના આપે જેથી પીડિતની બચાવી શકાય.












Click it and Unblock the Notifications
