For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેલ્ટા પ્લસ વેરિઅંટ બની શકે છે સૌથી ખતરનાક વાયરસ, 5 રાજ્યોમાં કેસ આવવાથી ચિંતા વધી

ભારતમાં 5 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસ સામે આવ્યા છે. ઝડપથી ફેલાતો આ ડેલ્ટા વેરિઅંટ હવે ડેલ્ટા પ્લસમાં ફેરવાઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં 5 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસ સામે આવ્યા છે. ઝડપથી ફેલાતો આ ડેલ્ટા વેરિઅંટ હવે ડેલ્ટા પ્લસમાં ફેરવાઈ ગયો છે. મહારાષ્ટ્ર, કેરળ, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં મળીને 30થી વધુ ડેલ્ટા વેરિઅંટના કેસ સામે આવ્યા છે. જેમાં એક ચાર વર્ષના બાળકમાં પણ ડેલ્ટા વેરિઅંટનુ સંક્રમણ જોવા મળ્યુ છે. કેન્દ્ર સરકારે 16 જૂને અધિકૃત રીતે કહ્યુ હતુ કે દેશમાં ડેલ્ટા વેરિઅંટે દસ્તક આપી દીધી છે. નીતિ આયોગ(સ્વાસ્થ્ય)ના સભ્ય ડૉ. વી.કે. પૉલે કહ્યુ હતુ કે ડેલ્ટા પ્લસ વેરિઅંટ હવે ચિંતાનુ કારણ બની ગયો છે. દુનિયાભરમાં આ વાયરસ પોતાનો પગ ફેલાવી રહ્યો છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ અત્યાર સુધી જેટલા પણ વેરિઅંટ સામે આવ્યા છે તેમાંથી ડેલ્ટા સૌથી ઝડપથી ફેલાય છે. ડેલ્ટા કપ્પા અને અલ્ફા વેરિઅંટના મુકાબલે 60 ટકા વધુ સંક્રમક છે.

મહારાષ્ટ્ર્માં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિઅંટના 21 કેસ

મહારાષ્ટ્ર્માં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિઅંટના 21 કેસ

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના 21 કેસ સામે આવ્યા છે. રાજેશ ટોપેએ કહ્યુ કે રત્નાગિરી જિલ્લાથી 9 કેસ, જલગાંવથી 7, મુંબઈથી 2 અને પાલઘર, સિંધુદૂર્ગ અને ઠાણેથી એક-એક કેસ સામે આવ્યો છે. રાજેશ ટોપેએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરીને કહ્યુ કે ડેલ્ટા પ્લસ વેરિઅંટના અમે 7500થી વધુ નમૂના એકઠા કર્યા હતા જેમાંથી 21 કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યુ કે આરોગ્ય અધિકારી પૉઝિટીવ મળેલા લોકોની મુસાફરીનુ વિવરણ શોધી રહ્યા છે.

કેરળમાં મળ્યા 4 વર્ષના બાળકમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના લક્ષણ

કેરળમાં મળ્યા 4 વર્ષના બાળકમાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના લક્ષણ

કેરળમાં સોમવાર(21 જૂન)ના રોજ પહેલો ડેલ્ટા વેરિઅંટનો કેસ સામે આવ્યો છે. કેરળમાં પઠાનમથિટ્ટામાં કડપરા પંચાયતના વૉર્ડ 14માં એક ચાર વર્ષના બાળકમાં ડેલ્ટા વેરિઅંટના લક્ષણ જોવા મળ્યા છે. બાળક 24 મેના રોજ કોવિડ-19 પૉઝિટીવ જોવા મળ્યુ હતુ હવે તેમાં ડેલ્ટા પ્લસ સંક્રમણ વિકસિત થઈ ગયુ છે. વળી, પઠાનમથિટ્ટા બાદ પલક્કડમાં પણ બે અન્ય કેસ સામે આવ્યા છે.

મધ્ય પ્રદેશઃ મહિલામાં મળ્યો ડેલ્ટા પ્લસ વેરિઅંટ

મધ્ય પ્રદેશઃ મહિલામાં મળ્યો ડેલ્ટા પ્લસ વેરિઅંટ

મધ્ય પ્રદેશના ભોપાલમાં ગયા સપ્તાહે એક મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિઅંટના કેસ જાણવા મળ્યો. ભોપાલના મુખ્ય આરોગ્ય કાર્યાલય પ્રભાકર તિવારીએ કહ્યુ છે કે જે મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિઅંટ જોવા મળ્યો છે તેના સેમ્પલ ગાંધી મેડિકલ કૉલેજના દર્દીઓમાંથી લેવામાં આવ્યા હતા અને જીનોમ તપાસ માટે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર મોકલવામાં આવ્યા હતા. પ્રભાકર તિવારીએ કહ્યુ, 'અમને બુધવારે(16 જૂન) આ અંગેની સૂચના મળી છે કે ભોપાલની મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિઅંટ જોવા મળ્યો છે.'

પંજાબ અને તમિલનાડુમાં પણ મળ્યો ડેલ્ટા પ્લસ વેરિઅંટ

પંજાબ અને તમિલનાડુમાં પણ મળ્યો ડેલ્ટા પ્લસ વેરિઅંટ

ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના નિર્દેશક ડૉ. સુજીત સિંહે કહ્યુ, 'અન્ય રાજ્યો ઉપરાંત તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્ય પ્રદેશથી ડેલ્ટા પ્લસના 15-20 કેસ મળ્યા છે. હાલમાં આપણે તેનુ બારીકાઈથી તપાસ કરવાની જરૂર છે. જો કે હાલમાં ડેલ્ટા વેરિઅંટ મુખ્ય અને મજબૂત ટ્રાન્સમિશનનુ કારણ બનેલુ છે.' જો કે પંજાબ અને તમિલનાડુની સરકારોએ હાલમાં ડેલ્ટા વેરિઅંટના કેસ અંગે આંકડા જાહેર કર્યા નથી.

ડેલ્ટા પ્લસ વેરિઅંટ કેટલો ખતરનાક?

ડેલ્ટા પ્લસ વેરિઅંટ કેટલો ખતરનાક?

નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના નિર્દેશક ડૉ. સુજીત સિંહે કહ્યુ કે ડેલ્ટા પ્લસ વેરિઅંટ બાકી બધા વેરિઅંટથી વધુ ખતરનાક થઈ શકે છે. જો કે હજુ આના પર તપાસ ચાલુ છે. તેમણે માહિતી આપી છે કે ઈન્ડિયન SARS-CoV-2 જીનોમિક કંસોર્ટિયા ટ્રાન્સમિસિબિલિટી અને ડેલ્ટા પ્લસ વેરિઅંટની ગંભીરતાને જોતા તેના દરેક પાસાંઓ પર રિસર્ચ થઈ રહ્યુ છે. અમે તેને સારી રીતે સમજવા અને જાણવા માટે દરેક એંગલથી જોવાનુ શરૂ કરી દીધુ છે. બની શકે કે કેન્દ્ર સરકાર દ્વારા ડેલ્ટા પ્લસ વેરિઅંટ માટે એક નિવેદન પણ જાહેર કરવામાં આવે. ડૉ. સુજીતે કહ્યુ કે આ કેસમાં ગયા મહિને આવેલ સેમ્પલની પણ તપાસ કરીશુ અને એ જાણવાની કોશિશ કરીશુ કે શું તે ભારતમાં માર્ચ કે તે પહેલાથી તો હાજર નથી. આ વેરિઅંટ યુરોપમાં માર્ચ અને એપ્રિલથી જોવા મળી રહ્યો છે. જો કે તેને પબ્લિક ડોમેનમાં તેને 13 જૂને લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ કે ભારતમાં ડેલ્ટા પ્લસના 7 જૂન સુધી છ કેસ નોંધવામાં આવ્યા હતા.

English summary
Delta plus variant cases in Maharashtra, Madhya Pradesh, Kerala and 2 others
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X