For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજી લહેરમાં 'ડેલ્ટા વેરિયન્ટ'એ મચાવી હતી તબાહી, જાણો કેટલો ઘાતક

બીજી લહેરમાં 'ડેલ્ટા વેરિયન્ટ'એ મચાવી હતી તબાહી, જાણો કેટલો ઘાતક

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયેન્ટ જવાબદાર છે. કોરોનાનો આ વેરિયન્ટ વધુ ઘાતક છે. આ વેરિયન્ટ આલ્ફા (Corona Alpha Variant)થી વધુ સંક્રામક છે. આ વેરિયન્ટને દેશમાં ચિંતાનો વિષય જણાવવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં આ વેરિયન્ટના 12 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. નેશનલ સેંટર ફૉર ડિજીજ કંટ્રોલના અધ્યયનમાં આ માહિતી સામે આવી છે. ડેલ્ટા (B.1.617.2) આલ્ફા (B.1.1.7)ની સરખામણીએ 50% વધુ તેજીથી ફેલાય છે. વેક્સીન લીધા બાદ પણ કોરોનાનો આ વેરિયન્ટથી સંક્રમિત થવાની સંભાવના વધુ છે.

coronavirus

જ્યારે કોરોનાના આલ્ફા વેરિયન્ટની વાત કરીએ તો અત્યાર સુધીના અધ્યયનમાં રસી લીધા બાદ આ વેરિયન્ટથી એકપણ વ્યક્તિ સંક્રમિત થયો નથી. બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે બધા વેરિયન્ટને પાછળ છોડી દીધા છે. ભારતમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ સૌથી પ્રમુખ વેરિયન્ટ છે.

દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી મૃત્યુદર અને તેની ગંભીરતા વિશે હજી સ્પષ્ટ જાણકારી નથી મળી શકી. કુલ 29 હજાર જીનોમ સિક્વેંસિંગમાં ડેલ્ટા વેરિયન્ટના 1000થી વધુ મામલા સામે આવ્યા છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના 12200થી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના આ વેરિયન્ટના કેસ દેશના લગભગ તમામ રાજ્યોમાંથી મળી આવ્યા છે. ડેલ્ટા વેરિયન્ટની સૌથી વધુ અસર દિલ્હી, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને તેલંગાણામાં જોવા મળે છે.

દેશમાં કોરોના મામલામાં કમી જોવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં એક લાખ 32 હજાર 364 નવા કેસ નોંધાયા ચે. જ્યારે આ અવધિમાં 2713 દર્દીના મોત થયાં છે. આની સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 16 લાખ 35 હજાર 993 થઈ ગઈ છે.

English summary
Delta variant of coronavirus become threat to health in second wave
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X