EVM માંથી ચૂંટણી ઈલેક્શન સિમ્બોલ હટાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ સૂનાવણી કરશે!

EVM માંથી ચૂંટણી ચિહ્ન હટાવવાની માંગ કરતી અરજી પર સૂનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, ઈવીએમમાં પાર્ટી ચિહ્નની જગ્યાએ ઉમેદવારોનો ફોટો અને શૈક્ષણિક લાયકાત દર્શાવવામાં આવે.

નવી દિલ્હી : EVM માંથી ચૂંટણી ચિહ્ન હટાવવાની માંગ કરતી અરજી પર સૂનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, ઈવીએમમાં પાર્ટી ચિહ્નની જગ્યાએ ઉમેદવારોનો ફોટો અને શૈક્ષણિક લાયકાત દર્શાવવામાં આવે. હવે સુપ્રીમ કોર્ટમાં આ મામવે 31 ઓક્ટોબરે સૂનાવણી થશે. આ મામલાની સૂનાવણી યુયુ લલિતની અધ્યક્ષતામાં બેચ કરશે.

EVM

સુપ્રીમ કોર્ટમાં આ અરજી એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્નારા કરવામાં આવી હતી. અરજી દ્વારા ઈવીએમ પર પાર્ટીના ચિન્હનો ઉપયોગ ગેરબંધારણીય ગણાવાયો છે. અરજીમાં કહ્યું છે કે, આમ કરવાથી ભારતના બંધારણની કલમ 14, 15 અને 21નું ઉલ્લંઘન થાય છે.

આ ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો બેલેટ પેપર અને ઈવીએમ પર રાજકીય પક્ષના ચિન્હોની જગ્યાએ ઉમેદવારોના નામ, ઉંમર, શૈક્ષણિક લાયકાત અને ફોટોગ્રાફ મૂકવામાં આવે તો રાજકારણમાં ભ્રષ્ટાચાર અને અપરાધીકરણ ખતમ થઈ શકે છે.

અરજદારે આ અરજી દ્વારા ઇવીએમ પર ઉમેદવારોના નામ, ઉંમર, શૈક્ષણિક લાયકાત અને ફોટોનો ઉપયોગ કરવાની માંગ કરી છે. આ માટે અરજદારે ભારતના ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ પણ કરી છે. અરજી અનુસાર, આનાથી ચૂંટણી લડતા ઉમેદવારોને સમાન તક મળશે. આ સાથે ભ્રષ્ટાચાર, અપરાધીકરણ, જાતિવાદ, સાંપ્રદાયિકતા, પ્રાદેશિકવાદ, ભાષાવાદ અને ભત્રીજાવાદને ખતમ કરવા માટે દિશાનિર્દેશ આપવાની પણ માંગ કરાઈ છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બેલેટ પેપર-ઇવીએમમાં ​​ચૂંટણી ચિન્હની જગ્યાએ ઉમેદવારનો ફોટો અને શૈક્ષણિક લાયકાતનો ઉપયોગ કરવામાં આવે તો મતદારોને પણ ફાયદો થશે. મતદારો તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને મહેનતુ અને પ્રમાણિક ઉમેદવારોને મત આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X