For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીથી કાળા નાણાંને નાથવામાં મદદ મળીઃ પીએમ મોદી

નોટબંધીથી કાળા નાણાંને નાથવામાં મદદ મળીઃ પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નોટબંધીને આજે ચાર વર્ષ પૂરાં થઈ ગયાં છે, આ ખાસ અવસર પર પીએમ મોદીએ ટ્વીટ કરી નોટબંધીના ફેસલાને સાચો ગણાવ્યો, પોતાા ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, નોટબંધીએ કાળા નાણાંને ઘટાડવામાં, ટેક્સના અનુપાલન અને ઔપચારિકતામાં વધારો કરવા અને પારદર્શિતાને વધારવામાં મદદ કરી છે. જ્યાં પીએમ મોદી અને ભાજપે નોટબંધીને સકારાત્મક પગલું ગણાવ્યું, જ્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ નોટબંધીને રાષ્ટ્રીય ત્રાસદી ગણાવી.

modi

આજે સવારે રાહુલ ગાંધીએ વીડિયો જાહેર કર્યો, જેમાં તેમણે નોટબંધીને હિન્દુસ્તાનના ગરીબ, ખેડૂત, મજૂરો અને નાના દુકાનદારો પર આક્રમણ ગણાવ્યું છે, તેમણે કહ્યું કે આ ભૂલ નથી થઈ, જાણી જોઈને કરવામાં આવી હતી, રાહુલ ગાંધીએ નોટબંધીને રાષ્ટ્રીય ડિઝાસ્ટર ગણાવતા લોકોને અવાજ ઉઠાવવા અપીલ કરી છે.

નોટબંધીથી અર્થવ્યવસ્થાને સાફ-સુથરી કરવામાં મદદ મળી

જેના પર પલટવાર કરતાં ભાજપે કહ્યું કે નોટબંધીથી દેશની અર્થવ્યવસ્થાને સાફ સુથરી બનાવવામાં મદદ મળી, જેના કારણે અર્થવ્યવસ્થા ઔપચારિક રૂપે મજબૂત થઈ અને વિશાળ સંખ્યામાં ગરીબોની મદદ કરવામાં આવી પરંતુ કેટલાક લોકોને આ વાત સમજમાં નહિ આવે કેમ કે નોટબંધીને કારણે વિદેશમાં રહેલાં તેમની બ્લેકમની બધાની સામે આવી ગઈ, તેમને સાફ સુથરી વાતો બર્દાશ્ત નથી થઈ રહી, તેમની પાસે કહેવા માટે કંઈ કહેતાં જ નથી માટે તેઓ તોડી મરોડીને વાતો રજૂ કરી ખોટા સંદેશ આપે છે.

English summary
demonetization was right decision it helped reducing black money says pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X