Video: પૈસા પાછા માંગ્યા તો પહેલા ખુબ માર્યો પછી પેશાબ પીવડાવ્યો
ઉત્તરપ્રદેશ સીએમ યોગી આદિત્યનાથ ના ક્ષેત્ર ગોરખપુર નજીક જિલ્લા દેવરિયા માં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે.
ઉત્તરપ્રદેશ સીએમ યોગી આદિત્યનાથ ના ક્ષેત્ર ગોરખપુર નજીક જિલ્લા દેવરિયા માં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં યુવકને પોતાના જ ઉધાર આપેલા પૈસા માંગવા પર એવી ભયાનક સજા આપવામાં આવી કે કોઈ કલ્પના પણ કરી શકે નહીં. યુવકે ઉધાર આપેલા પૈસા પાછા માંગ્યા તો દબંગોએ તેને ઝાડ સાથે બાંધીને તેની પીટાઈ કરી નાખી. એટલું જ નહીં પરંતુ આરોપીઓ એ તેને જબરજસ્તી પેશાબ પણ પીવડાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસ આખા મામલાની જાંચ કરી રહી છે.

પૈસા ઉધાર આપ્યા હતા
મળતી જાણકારી અનુસાર દેવરિયા જિલ્લાના રૉનીહારી વિસ્તારમાં રહેતા શમશાદે અબુબકર નગરમાં રહેતા નાસિર ને કેટલાક સમય માટે પૈસા ઉધાર આપ્યા હતા. નાસીરે ઘણા સમય સુધી પૈસા પાછા આપ્યા નહીં. જયારે પણ શમશાદ પૈસાની વાત કરતો ત્યારે નાસિર કોઈ બહાનું બનાવી લેતો. શમશાદ ઘ્વારા વારંવાર પૈસા માંગવાનું નાસિર ને પસંદ ના હતું.

જબરજસ્તી પેશાબ પીવડાવ્યો
બુધવારે નાસિર પોતાના મિત્રો સાથે શમશાદ ના ઘરે પહોંચ્યો નાસિર ને તેઓ બહાનાથી પોતાની સાથે લઇ ગયા અને સુમશાન જગ્યા પર તેને ઝાડ સાથે બધી દીધો. ઝાડ સાથે બાંધ્યા પછી તેમને શમશાદ ની ધુલાઈ કરી નાખી અને તેના કપડાં પણ ફાડી નાખ્યા. આરોપીઓ ઘ્વારા તેને જબરજસ્તી પેશાબ પણ પીવડાવ્યો. ગુરુવારે જયારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસે ફરિયાદ નોંધી.

મુખ્ય આરોપીની ધરપકડ
દેવરિયાના એક પોલીસ અધિકારી ઘ્વારા આખા મામલા વિશે જાણકારી આપતા જણાવ્યું કે વીડિયોમાં દેખાતા આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર આખા મામલાના મુખ્ય આરોપી નાસિરની ધરપકડ કરી લેવામાં આવી છે જયારે બીજા લોકોની શોધ ચાલી રહી છે.

પરિવાર ઘ્વારા જણાવ્યું
પીડિત પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પરંતુ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ પગલાં ભર્યા નહીં. ગુરુવારે જયારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસે ફરિયાદ નોંધી. પરિવારે પોલીસ પર મામલો ગંભીરતાથી ના લેવાનો આરોપ લગાવ્યો છે.












Click it and Unblock the Notifications
