પત્ની અને 3 બાળકોની હત્યા બાદ વ્યક્તિએ ફેમિલીને કહ્યુ, ‘લાશો ઉઠાવી લો'

ગયા 4 મહિનાથી બેરોજગાર એક વ્યક્તિએ પોતાની પત્ની અને ત્રણ બાળકોની ગળુ કાપી હત્યા કરી દીધી.

ગયા 4 મહિનાથી બેરોજગાર એક વ્યક્તિએ પોતાની પત્ની અને ત્રણ બાળકોની ગળુ કાપી હત્યા કરી દીધી. ઘટના શનિવારે રાતની ગાઝિયાબાદના ઈન્દિરાપુરમની છે. પોતાના પરિવારની હત્યા કરનાર વ્યક્તિ સુમિત કુમાર નોકરી છૂટી જવાથી હેરાન હતો. આના કારણે ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ ગયો હતો. સુમિતે જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે સાથે રહેતા તેમના સાસુ સસરા ઘરે નહોતા અને બિહારમાં એક લગ્નમાં ગયા હતા.

વીડિયો બનાવીને જાતે કર્યો હત્યાનો ખુલાસો

વીડિયો બનાવીને જાતે કર્યો હત્યાનો ખુલાસો

આ મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે રવિવારની સાંજે 7 વાગે સુમિતે પોતે ફેમિલી ગ્રુપ પર એક વીડિયો બનાવીને મોકલ્યો. વીડિયોમાં સુમિતે જણાવ્યુ કે તેણે પોતાના બાળકો અને પત્નીની હત્યા કરી દીધી છે અને જલ્દી આત્મહત્યા કરી લેશે. સુમિતે ગયા વર્ષે ઓક્ટોબરમાં બેંગલુરુમાં એક કંપનીમાં કામ શરૂ કર્યુ હતુ પરંતુ 2 મહિના બાદ તેણે રાજીનામુ આપી દીધુ. જો કે પરિવારને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તે માર્ચમાં બેંગલુરુ છોડીને હંમેશા માટે દિલ્લી આવી ગયો. સુમિતે વીડિયોમાં કહ્યુ કે, ‘આ તેનો અંતિમ વીડિયો છે અને તે દુકાનમાંથી પોટેશિયમ સાઈનાઈડ લઈને આવ્યો છે. હું હવે પરિવાર પાળવાનો લાયક નથી રહ્યો. એટલા માટે મે બધાને જાનથી મારી નાખ્યા છે. જાઓ જઈને લાશો લઈ લો.'

5 મિનિટમાં ખઈ લઈશ પોટેશિયમ સાઈનાઈડ

5 મિનિટમાં ખઈ લઈશ પોટેશિયમ સાઈનાઈડ

સુમિતની મોટી બહેન ગુડ્ડીએ જણાવ્યુ કે વીડિયોમાં સુમિતે જણાવ્યુ કે તે ઘણો ડિપ્રેશ છે અને પોતાના પરિવારની હત્યા કરી દીધી છે. વીડિયોમાં સુમિતે કહ્યુ કે હું પોતે પણ થોડી વારમાં પોટેશિયલ સાઈનાઈડ ખઈ લઈશ. સુમિત 32 વર્ષની પત્ની અંશુબાલા, બાળક પ્રથમેશ (5) અને આરવ (4) આકૃતિ (4) અને માતાપિતા સાથે 2 વર્ષથી ઈન્દિરાપુરમમાં ભાડાના 2 બીએચકેમાં રહેતો હતો. સુમિતની પત્ની અંશુ એક સ્કૂલમાં ટીચર હતી.

ડ્રગ્ઝની લતનો શિકાર હતો સુમિત

ડ્રગ્ઝની લતનો શિકાર હતો સુમિત

સુમિતે વીડિયોમાં જણાવ્યુ કે તે ડ્રગ્ઝની લતનો શિકાર છે અને કોઈએ તેની સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી પણ કરી છે. સુમિત અને અંશુના લગ્ન વર્ષ 2011માં થયા હતા અને આજ સુધી કોઈને બંનેને ઝઘડતા જોયા નહોતા. રવિવારની રાતે હત્યા બાદ સુમિત 3 વાગે સવારે સોસાઈટીમાંથી નીકળી ગયો હતો અને ગાર્ડને 11 વાગે પાછા આવવાનું કહ્યુ હતુ પરંતુ ત્યારથી તે ગાયબ છે. પોલિસ તેને શોધી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X