જામીન મળ્યા હોવા છત્તા કેજરીવાલ નહીં કરી શકે આ કામ, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
નરેન્દ્ર મોદી સરકારના કાવા દાવા પર સુપ્રીમ કોર્ટે તમાચો માર્યો છે અને અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. જો કે આ જામીન સાથે કેટલીક શરતો પણ રાખી છે.
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આગોતરા જામીન મંજૂર કર્યા છે. પરંતુ કોર્ટે જામીન સાથે કેટલીક શરતો પણ મૂકી છે, જેનું પાલન કેજરીવાલે કરવાનું રહેશે.

અરવિંદ કેજરીવાલે 50 હજાર રૂપિયાના જામીન બોન્ડ ભરવા પડશે. આ સાથે જેલ અધિક્ષકની સંતુષ્ટિ માટે આ રકમ જેટલી જ રકમ જમા કરાવવાની રહેશે અને એટલી જ રકમનો બોન્ડ પણ ભરવાનો રહેશે.
આ સાથે અરવિંદ કેજરીવાલ એ નિવેદનથી બંધાયેલા રહેશે કે જ્યાં સુધી તે એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી તેઓ કોઈપણ સત્તાવાર ફાઇલમાં હસ્તાક્ષર નહીં કરે અને આ સાથે દિલ્હીના એલજી પાસેથી તેના માટે મંજૂરી મેળવવી જરૂરી છે.
અરવિંદ કેજરીવાલ સામે જે કેસમાં તપાસ ચાલી રહી છે તેમાં તે કોઈ નિવેદન નહીં આપે, તે કોઈ સાક્ષી સાથે વાત નહીં કરે અને આ કેસ સાથે જોડાયેલી ફાઇલો પણ નહીં જોવે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વચગાળાના જામીનને અભિપ્રાય તરીકે જોવામાં આવશે નહીં. તેમની સામે ચાલી રહેલા કેસ અંગે પોતાનો અભિપ્રાય આપશે નહીં, જે કોર્ટમાં પેન્ડિંગ છે.
વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે એ હકીકતને ધ્યાનમાં લીધી છે કે તે દિલ્હીના મુખ્યમંત્રી છે અને તેઓ એક રાષ્ટ્રીય રાજકીય પક્ષના નેતા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે તેમની સામે ગંભીર આરોપો છે, પરંતુ તેઓ દોષિત સાબિત થયા નથી. તેનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તે સમાજ માટે ખતરો નથી.
જણાવી દઈએ કે, ED વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે આગોતરા જામીન આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભૂતકાળમાં આવું કોઈ ઉદાહરણ નથી.












Click it and Unblock the Notifications
