પૂર્વ CM ફડણવીસની વધી શકે છે મુશ્કેલીઓ, આ કેસમાં નાગપુર કોર્ટે મોકલ્યા સમન

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર કોર્ટે સમન જારી કર્યા છે. જાણો શું છે આરોપ.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર કોર્ટે સમન જારી કર્યા છે. આરોપ છે કે દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી સોગંદનામામાં પોતાની સામેના બે ગુનાહિત મામલા વિશેની માહિતી છૂપાવી છે. આ બાબતે નાગપુર પોલિસે પૂર્વ સીએમને સમન મોકલ્યા છે. પહેલા આ મામલે બૉમ્બે હાઈકોર્ટમાંથી ફડણવીસને રાહત મળી હતી.

નાગપુર કોર્ટે મોકલ્યા સમન

નાગપુર કોર્ટે મોકલ્યા સમન

સદર પોલિસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે ફડણવીસના ઘરે સમન મોકલી દેવામાં આવ્યા છે. આ કેસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગુરુવારે જ મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં નવી સરકાર બની છે. દેવેન્દ્ર ફડણવીસ નાગપુર સાઉથ વેસ્ટના ધારાસભ્ય છે. મેજિસ્ટ્રેટ કોર્ટે એક નવેમ્બરે એક અરજી પર ફરીથી સુનાવણી કરી હતી જેમાં ભાજપના નેતા સામે કથિત રીતે સૂચનાઓ છૂપાવવાના આરોપમાં ગુનાહિત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

સતીશ ઉકેએ દાખલ કરી હતી અરજી

વકીલ સતીશ ઉકેએ કોર્ટમાં અરજી દાખલ કરીને પૂર્વ સીએમ સામે ગુનાહત કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી હતી. બૉમ્બે હાઈકોર્ટે ઉકેની અરજી ફગાવીને નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો હતો જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એક ઓક્ટોબરના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટને સતીશ ઉકેની અરજી પર આગળની કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.

બે ગુનાહિત બાબતોની માહિતી છૂપાવાનો આરોપ

બે ગુનાહિત બાબતોની માહિતી છૂપાવાનો આરોપ

દેવેન્દ્ર ફડણવીસ સામે 1996 અને 1998માં બનાવટ અને છેતરપિંડીના કેસ નોંધવામાં આવ્યા હતા પરંતુ બંનેમાં આરોપ નક્કી કરવામાં આવ્યા નહોતા. ઉકેએ આરોપ લગાવ્યો હતો કે ફડણવીસે પોતાના ચૂંટણી સોગંદનામામાં આની માહિતી આપી નથી. આ અંગે ઉકેએ ફડણવીસ સામે નાગપુર કોર્ટમાં અરજી કરી છે. તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસે 23 નવેમ્બરે ફરીથી મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા હતા પરંતુ બહુમતની સંખ્યા નહિ મળવાના કારણે બાદમાં તેમણે રાજીનામુ આપવુ પડ્યુ. ગુરુવારે શિવસા-એનસીપી-કોંગ્રેસ ગઠબંધને સરકાર બનાવી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X