કુંભના અંતિમ સ્નાન સાથે મહાશિવરાત્રિ આજે, મંદિરોમાં ભારે ભીડ
દેશભરમાં આજે મહાશિવરાત્રિનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રિના કારણે ભગવાન શિવના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જમા થવા લાગી છે.
દેશભરમાં આજે મહાશિવરાત્રિનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રિના કારણે ભગવાન શિવના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જમા થવા લાગી છે. અમદાવાદ, મુંબઈ, ગાઝિયાબાદ, દિલ્લી, મેરઠ વગેરે તમામ શહેરોમાં ભક્તોની ભારે ભીડ ભેગી થવા લાગી છે. લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે. મંદિરોને સજાવવામાં આવ્યા છે. મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથને જળ ચડાવવા માટે સવારથી લોકો મંદિરમાં પહોંચવા લાગ્યા છે. દેશભરમાં ખૂણે ખૂણેથી ભગવાન શિવના મંદિરોના ફોટા આવી રહ્યા છે.

વળી, મહાશિવરાત્રિના અંચિમ સ્નાન પર્વ પર સોમવારે કુંભના મેળામાં એક વાર ફરીથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે. આજે મહાશિવરાત્રિ સાથે જ કુંભનું અંતિમ સ્નાન છે. મેળા પ્રશાસને આશા છે કે મહાશિવરાત્રિના પ્રસંદે આજે લાખોની સંખ્યામાં લોકો કુંભમાં ડૂબકી લગાવવા પહોંચશે.
અનુમાન મુજબ સોમવારે કુંભના અંતિમ સ્નાના પર્વના એક દિવસ પહેલા એક કરોડ લોકો પુણ્યની ડૂબકી લગાવશે. મેળા પ્રશાસને સ્નાના પર્વના એક દિવસ પહેલા સંપૂર્ણમ તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતુ. મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથા મેળાનું ઔપચારિક સમાપન પ્રયાગરાજથી કરશે. મેળા અધિકારી વિજય કિરણ આનંદ મુજબ કુંભમાં અત્યાર સુધી 25 કરોડ શ્રદ્ધાળુઓને શ્રદ્ધાની ડૂબકી લગાવી. અંતિમ સ્નાનના પ્રસંગે 1 કરોડ લોકો પહોંચવાનું અનુમાન છે.
Delhi: #Visuals from Gauri Shankar Temple on the occasion of #Mahashivratri pic.twitter.com/zG1CxmacRb
— ANI (@ANI) 4 March 2019
Prayagraj: #Visuals from Sangam ghat on the occasion of #Mahashivratri and last 'shahi snan' of Kumbh Mela pic.twitter.com/kpGDNebdym
— ANI UP (@ANINewsUP) 4 March 2019
Meerut: Devotees throng Augarnath Temple on #Mahashivratri pic.twitter.com/WNbzl5MTvu
— ANI UP (@ANINewsUP) 4 March 2019
Ghaziabad: #Visuals from Shri Dudheshwar Nath Mandir on the occasion of #Mahashivratri pic.twitter.com/TsrrdpHxDS
— ANI (@ANI) 3 March 2019












Click it and Unblock the Notifications
