For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે, તે 2 વિધાર્થીઓ જેમને ધોરણ 12 માં 100 ટકા મળ્યા

આવું પહેલીવાર બન્યું છે કે ધોરણ 12 આઇએસસી પરીક્ષામાં બે વિધાર્થીઓ ઘ્વારા 100 ટકા મેળવવામાં આવ્યા છે, જે એક રેકોર્ડ છે.

|
Google Oneindia Gujarati News

આવું પહેલીવાર બન્યું છે કે ધોરણ 12 આઇએસસી પરીક્ષામાં બે વિધાર્થીઓ ઘ્વારા 100 ટકા મેળવવામાં આવ્યા છે, જે એક રેકોર્ડ છે. ભારતીય શાળા પ્રમાણપત્ર પરીક્ષાઓ (સીઆઈએસસીઇ) ના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી ગેરી એરાથૂન દ્વારા કાઉન્સિલ ફોર કાઉન્સિલ ફોર આઇસીએસઇ ધોરણ 10 અને આઈએસસી ધોરણ 12 ના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે છોકરીઓએ 10 ની પરીક્ષામાં 99.05 ટકા પાસ ટકાવારી મેળવી હતી, જ્યારે છોકરાઓ દ્વારા 98.12 ટકાની ટકાવારી મેળવવામાં આવી. એટલું જ નહીં પરંતુ ધોરણ 12 મી પરીક્ષામાં છોકરીઓ દ્વારા મેળવેલ પાસ ટકાવારી 97.84 ટકા છે. જયારે છોકરાઓની ટકાવારી 95.40 ટકા છે.

દેવાંગ કુમાર અગ્રવાલ આગળ જઈને કમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગે છે

દેવાંગ કુમાર અગ્રવાલ આગળ જઈને કમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગે છે

કોલકાતાના દેવાંગ કુમાર અગ્રવાલે 100 ટકા સાથે આઈએસસી પરીક્ષા પ્રથમ ક્રમ મેળવ્યો. તેમને 400 માંથી 400 ગુણ મળ્યા. દેવાંગ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી છે કાઉન્સિલના ઇતિહાસમાં પ્રથમ વખત, પરફેક્ટ સ્કોરનો રેકોર્ડ બનાવવામાં આવે છે. દેવાંગ કહે છે કે સખત મહેનત માટે કોઈ વિકલ્પ નથી. દેવાંગે અભ્યાસથી મુક્ત સમયમાં પુસ્તકો વાંચવા અથવા સ્વિમિંગ કરવાનું પસંદ કર્યું છે. દેવાંગ ભવિષ્યમાં કમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.

વિભા હ્યુમેનિટીઝ સ્ટ્રીમની વિધાર્થીની છે

વિભા હ્યુમેનિટીઝ સ્ટ્રીમની વિધાર્થીની છે

હવે જો બીજા ટોપર વિભાની વાત કરવામાં આવે તો તેને 400 માંથી 400 પોઇન્ટ મળ્યા. વિભા હ્યુમનિટીઝ સ્ટ્રીમની વિદ્યાર્થીની છે. વિભા, માલ્યા અદિતિ ઇન્ટરનેશનલ સ્કુલ, બેંગલુરુની વિદ્યાર્થીની છે. વિભાએ કહ્યું કે તે દરરોજ 6-7 કલાક માટે અભ્યાસ કરે છે. ઘણા ક્વિઝ સ્પર્ધાના ઇવેન્ટ્સમાં વિભા વિનર બની ચુકી છે. વિભાને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ છે. તેની સાથે સાથે વિભા આવારા કૂતરાઓની બચાવનારી સંસ્થા સાથે પણ કામ કરે છે. વિભા ભવિષ્યમાં વકીલ બનવા માંગે છે.

જુહી રૂપેશ અને મનોહર બંસલે પણ ધોરણ 10 માં ટોપ કર્યું

જુહી રૂપેશ અને મનોહર બંસલે પણ ધોરણ 10 માં ટોપ કર્યું

મુંબઇના જુહી રૂપેશ કાજારિયા અને મુક્તસરના મનહર બંસલે 10 આઇએસસીઇની પરીક્ષામાં 99.60 ટકા સાથે ટોચ પર સ્થાન મેળવ્યું છે. જુહી જમનાબાઈ નરસી સ્કૂલ, જુહુ, મુંબઈની વિધાર્થીની છે. જુહીએ કહ્યું કે જયારે પરિણામ આવ્યું અને તેને ચેક કર્યું તો તેના નંબર ઘણા સારા હતા પરંતુ મને પછી ખબર પડી કે મારો પહેલો નંબર આવ્યો છે. તેને કહ્યું કે તે 12 કોમર્સ અથવા એન્જીનીયરીંગ સ્ટ્રીમમાં અભ્યાસ કરશે. જુહીએ કહ્યું કે તેને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ છે. જયારે મનહર લિટલ ફ્લાવર કોન્વેન્ટ સ્કૂલ, મુક્તસરનો વિધાર્થી છે. મનહર આઈએએસ અધિકારી બનવા માંગે છે.

English summary
Dewang Kumar Agarwal and Vibha Swaminathan score 100 percent in class 12 ISC exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X