For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS પ્રમુખ મોહન ભાગવતે ધર્મ સંસદમાં હિંદુત્વની વાત પર દર્શાવી અસંમતિ, આપ્યુ મોટુ નિવેદન

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ધર્મ સંસદમાં આપેલા નિવેદન પર કહ્યુ કે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ધર્મ સંસદમાં આપેલા નિવેદન પર કહ્યુ કે ધર્મ સંસદના કાર્યક્રમ હિંદુ વિચારધારાનુ પ્રતિનિધિત્વ નથી કરતા. ધર્મ સંસદના કાર્યક્રમમાં જે કંઈ થયુ તે હિંદુના શબ્દ નહોતા કે તે હિંદુ ધર્મ કે હિંદુ દિમાગ નહોતુ. મોહન ભાગવતે આ નિવેદન નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આપ્યુ. ભાગવતે કહ્યુ કે હિંદુત્વમાં વિશ્વાસ રાખનારા લોકો આ પ્રકારની વાતો પર ભરોસો નથી કરતા. જો કોઈ વાત કોઈ સમયે ગુસ્સામાં કહેવામાં આવી હોય તો એ હિંદુત્વ નથી.

bhagwat

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદ દરમિયાન મુસલમાનોને લઈને વાંધાજનક નિવેદન આપવામાં આવ્યા હતા. વળી, રાયપુરમાં ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી વિશે પણ અમર્યાદિત નિવેદન આપવામાં આવ્યા હતા. સંઘ પ્રમુખે કહ્યુ કે વીર સાવરકરે હિંદુ સમાજની એકતા અને તેને સંગઠિત કરવાની વાત કહી હતી પરંતુ તેમણે આ વાત ભાગવત ગીતાનો સંદર્ભ લઈને કહી હતી. કોઈને ખતમ કરવા કે નુકસાન પહોંચાડવાના પરિપ્રેક્ષ્યમાં નહોતી કહી. મોહન ભાવગતે કહ્યુ કે જે લોકો આરએસએસ અને હિંદુત્વમાં વિશ્વાસ રાખે છે તેઓ આવી વાતોમાં વિશ્વાસ કરતા નથી

ભારત હિંદુ રાષ્ટ્ર બનવાની રાહ પર હોવાના સવાલ પર મોહન ભાગવતે કહ્યુ કે આ હિંદુ રાષ્ટ્ર બનવાની વાત નથી. ભલે કોઈ તેને સ્વીકારે કે ના સ્વીકારે પરંતુ ભારત હિંદુ રાષ્ટ્ર છે. આપણા બંધારણનુ સ્વરૂપ હિંદુત્વ છે. દેશની અખંડિતતાની લાગણી સમાન છે. રાષ્ટ્રીય અખંડિતતા માટે સામાજિક સમાનતા ક્યારેય જરુરી નથી. તફાવતનો અર્થ અલગતા નથી. ભાગવતે કહ્યુ કે સંઘનો વિશ્વાસ લોકોને વિભાજિત કરવામાં નથી પરંતુ તેમના મતભેદોને દૂર કરવામાં છે. એકતા તેમાંથી જન્મે છે વધુ મજબૂત થશે. અમે આ કામ હિંદુત્વ દ્વારા કરવા માંગીએ છીએ.

English summary
Dharam Sansad statements are not hindutva says RSS chief Mohan Bhagwat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X