For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Operation Lotusને લઈને AAP ના CBI ઓફિસ સામે ધરણા, તપાસની માંગ!

દિલ્હી સરકાર અને બીજેપી વચ્ચે ચાલી રહેલી બબાલ સતત વધી રહી છે. AAP નેતાઓએ દિલ્હીમાં CBI હેડક્વાર્ટરની બહાર ધરણા કરી ભાજપના કથિત 'ઓપરેશન લોટસ' સામે તપાસની માંગણી કરી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હી સરકાર અને બીજેપી વચ્ચે ચાલી રહેલી બબાલ સતત વધી રહી છે. AAP નેતાઓએ દિલ્હીમાં CBI હેડક્વાર્ટરની બહાર ધરણા કરી ભાજપના કથિત 'ઓપરેશન લોટસ' સામે તપાસની માંગણી કરી રહ્યા છે. આ દરમિયાન AAP ધારાસભ્યોએ ભાજપના 'ઓપરેશન લોટસ'ની તપાસની માંગ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. AAP ધારાસભ્ય આતિશી પાર્ટીના ધારાસભ્યો સાથે CBI હેડક્વાર્ટર પહોંચ્યા, જ્યાં તેઓએ દિલ્હી સરકારને પછાડવાના કથિત આરોપ હેઠળ ભાજપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી.

Operation Lotus

બીજેપીના કથિત 'ઓપરેશન લોટસ' વિરુદ્ધ તપાસની માંગ સાથે આમ આદમી પાર્ટીએ બુધવારે દિલ્હીમાં CBI મુખ્યાલયની બહાર ધરણા કર્યા હતા. આ દરમિયાન AAP પ્રતિનિધિમંડળને CBI હેડક્વાર્ટરની બહાર બેરિકેડ્સને પાર કરતા અટકાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા હતા.

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ તેના 'ઓપરેશન લોટસ'ના ભાગરૂપે અનેક રાજ્યોમાં સરકારોને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. AAPના ધરણામાં AAPના સાંસદો સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, આતિશી પણ સામેલ હતા. અગાઉ AAP નેતા આતિશીએ ટ્વિટ કર્યું હતું કે પાર્ટી 'ઓપરેશન લોટસ' પર ભાજપ દ્વારા કથિત રીતે ખર્ચવામાં આવેલા 6,300 કરોડ રૂપિયાની તપાસની માંગ કરી રહી છે.

English summary
Dharna in front of CBI office of AAP regarding Operation Lotus, demand investigation!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X